Abtak Media Google News

બિશ્કેક પરિષદમાં ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉપસાવવા ટીમ મોદીના પ્રયાસો

તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના નવા કાર્યકાળનો મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ કીગીસ્તાનનનો કરશે. આગામી ૧૩ અને ૧૪મી જૂને કીર્ગીઝસ્તાનના બિશ્કેકમાં યોજાનારી શાંધાઈ સહકાર સંગઠ્ઠનની બેઠકમા વડાપ્રધાન મોદી ભાગ લેનારા છે. આ બેઠકમાં ભાગ લેવા દરમ્યાન વડાપ્રધાન મોદી ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તથા વેપાર વૃધ્ધિ માટે ચીની રાષ્ટ્રપતિજીનપીંગ સાથે મંત્રણા કરશે જયારે બંને દેશ વચ્ચે વણસેલા સંબંધો સુધારવા પાકિસ્તાન દ્વારા પહેલ ન થાય ત્યાં સુધી ઈમરાનખાન સાથે કોઈ જ ચર્ચા નહી કરવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે.

બિશ્કેકમાં મોદી અને જીનપીંગ વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય મંત્રણા અંગેની વિગત આપતા ચીન ખાતેના ભારતીય રાજદુત વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતુ કે તાજેતરના વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે ખૂબજ પરિપકવ અને સ્થાયી સંબંધો બંધાયા છે. ગત વર્ષે વુહાનમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગ વચ્ચે થયેલી અનૌપચારિક બેઠક એક સીમાચિન્હરૂપ હતી આજે આ બેઠકથી બંને દેશોનાં સંબંધો નવી ઉંચાઈએ પહોચ્યા હતા. ચીનના શેનડોંગ પ્રાંતમાં ભારતની સિન્થેર ઈન્ડસ્ટ્રીઝની ત્રીજી ઉત્પાદન સુવિધાના ઉદઘાટન સમયે મિશ્રીએ આ વિગતો આપી હતી તેમને વધુમાં ઉમેર્યું હતુ કે ગયા વર્ષે આ બંને નેતાઓ જુદી જુદી વિવિધ કક્ષાની બેઠકો દરમ્યાન ચાર વખત મળ્યા હતા અને આગામી સપ્તાહે ફરી બિશ્કેકમાં મળશે.

ઉલ્લેખનીય છે કે શાંધાઈ સહકાર સંગઠ્ઠનમાં ચીનની આગેવાનીમાં આઠ દેશો જોડાયેલા છે. વર્ષ ૨૦૧૭માં ભારત અને પાકિસ્તાનને આ સંગઠ્ઠનમાં જોડવામાં આવ્યા હતા. આ સંગઠ્ઠનની એક બેઠક કીર્ગીઝસ્તાનમાં રાજધાની બિશ્કેકમાં અગામી તા.૧૩ અને ૧૪મી રોજ યોજાનારી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય ફરીથી વડાપ્રધાન પદે બિરાજેલા નરેન્દ્રભાઈ મોદી આ પ્રથમ બેઠક છે. ચૂંટણીમાં વિજય બદલ વડાપ્રધાન મોદીને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે ફોન કરીને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. જે બંને નેતાઓ વચ્ચે રહેલા સૌહાદપૂર્ણ સારા સંબંધોની નિશાની સમાન ગણાવવામાં આવે છે.

મિશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે ભારત અને ચીન વચ્ચેની આર્થિક અને વ્યાપારી સંલગ્નતા દ્વિપક્ષી વેપાર સાથેના દ્વિપક્ષીય સંબંધોનું એક મુખ્ય ઘટક છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે વેપાર ૯૫ અબજ ડોલરને પાર કરી ગયો હતો. જે આ વર્ષે ૧૦૦ અબજ ડોલરને પાર કરશે ગયા વર્ષે ડીસેમ્બમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટીનામાં જી.૨૦ સમિટના ભાગરૂપે જીનપીંગ સાથે બેઠક યોજાઈ હતી જેમાં બંને વિશાળ પાડોશીઓ વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ અને મિત્રતા વધારવા સંયુકત પ્રયાસોની ચર્ચા કરી હતી. જે બાદ ૨૭-૨૮ એપ્રિલે વુહાનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જીનપીંગ વચ્ચે ડોકલામ મુદે ૭૩ દિવસના વિવાદ બાદ સ્ટેન્ડે ઓફ સ્થિતિ રાખવા સહમતી સાચવવામાં આવી હતી વુહાન સમિટ બાદ બંને દેશો વચ્ચે સૈન્યથી લઈ લશ્કરી સહિતના વિવિધ ક્ષેત્રો પરનાં સંબંધો સુધારવાના પ્રયત્નો થયા છે.

ભારત સહિતના બીસ્કેક જુથના દેશો દ્વારા બિસ્કેકની આગામી બેઠકને શાર્ક શિખર પરિષદ કરતા પણ વધુ મહત્વ આપવાનું વલણ અપનાવાયું છે. શાર્કમાં પ્રદેશ કક્ષાનું હિત અને વિસ્તારની રણનીતિ મુજબ નિર્ણયો લેવાય છે. જયારે બિસ્કેકમાં પાડોશી દેશો સાથેના સંબંધો અને વિદેશ નીતિને કેન્દ્રમાં રાખવામાં આવતી હોવાથી શાર્ક કરતા બિસ્કેકનું મહત્વ વધુ અને વ્યુહાત્મક રીતે ખૂબજ મહત્વનું હોવાનું વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતુ.

સંરક્ષણના કારભારનો હવાલો સંભાળ્યા બાદ પ્રથમવાર જાહેરમાં નિવેદન કરનાર જયશંકરે વડાપ્રધાન નરેન્દ્રમોદીની રણનીતિ અને ખાસ કરીને તેમને બિશ્કેકમાં મળેલા આમંત્રણ અંગે જણાવ્યું હતુ કે આપણે શાર્કની કેટલીક નીતિ રીતિઓ સામે સમસ્યા અનુભવી રહ્યા છીએ પરંતુ બિશ્કેક માટે ઘણી આશાઓ ઉભી થઈ છે. શાર્કમાં ઘણી વિસંગતતાઓ રહેલી છે. માનીલો કે આપણે આતંકવાદનો મુદો એક બાજુ મૂકી દઈ એ તો પણ ઘણા સંલગ્ન મુદાઓમાં પણ રહેલી મુશ્કેલીઓમાં પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતુ કે ઘણા પરિબળો અવરોધ બની રહે છે. બિશ્કેકના માધ્યમથી અનેક સમસ્યાઓનો આસાન ઉકેલ આવશે ભારત પ્રાદેશિક શાંતિ માટે ખૂબ ગંભીર છે તે વિશ્વ સમાજ જાણે છે ભાજપની પાંચ વર્ષની કામગીરી અને હવે પછીની કામગીરીને શાંતિનું મહત્વ અપાયું છે. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ દ્વારા લેવાયેલા તમામ કામનું મુદા સભર રીતે ઉકેલ લાવવા નવા વિદેશ મંત્રી જયશંકરે કામ ઉપાડી લીધું છે ભારતની વિદેશ નીતિ અંગે તેમણે જણાવ્યું હતુ કેભારત વિશ્વમાં વસતા ભારતીયોના હિતની જાળવણીને મહત્વ આપવામાં માને છે. સાથે સાથે આર્થિક ઉન્નતિની બાબતનું ખાસ મહત્વ આપવાની રણનીતિ અપનાવવામાં આવી છે.

સરકાર અત્યારે ભારતના આંતરીક માળખાકીય સંકલનમાં અલગ અલગ વિભાગોના એક સુત્રતા સાધી ચીન અને ભારત વચ્ચેના સંબંધો અને વૈશ્વિક ગતિવિધિઓની અસરનો પ્રશ્ર્ન રાષ્ટ્રહિતમાં કેવી રીતે ઉકેલવામા આવે છે તેની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.

ભારત-ચીન ઉપરાંત યુરોપ અને એશિયાના દેશો સાથે સંબંધોને મજબુત બનાવવા ઈચ્છે છે. શાર્ક શિખર પરિષદમાં કેટલીક વિસંગતતાઓ ને લઈને ભારત અત્યારથી જ સચેત બન્યું છે. બિશ્કેક પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને મળ્યા વગર ચીન સહિતના મજબુત રાજદ્વારી નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવી, પાકિસ્તાન સાથેનું અંતર વિશ્ર્વ સમક્ષ મૂકી દેશે. પાકિસ્તાન સાથે પુલવામાં આત્મઘાતી હૂમલા બાદ ભારતની સર્જીકલ સ્ટ્રાઈક અને ભારતીય પાયલોટ અભિનંદનની ભારતને સોંપણી જેવા, મુદાથી બંને દેશો વચ્ચે વણસેલા સંબંધો દરમિયાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ઈમરાનખાનને આમંત્રણ ન અપાયા બાદ બિશ્કેકમાં પણ નરેન્દ્ર મોદી તેની જોડે વાતચીત નહિ કરે.

મોદી-ઇમરાન ખાન સાથે કોઇ જ મંત્રણા નહીં કરે

આગામી સપ્તાહે યોજાનારી બિશ્કેક પરિષદ પહેલા વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાન વચ્ચે કોઈ મંત્રણા નહી યોજાઈ તાજેતરમાં ઈદ પર પાકિસ્તાની વિદેશ સચિવ સોહેબ મહમુદના ભારત પ્રવાસ બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે બિશ્કેકમાં યોજાનારી શાંધાઈ સહકાર સંગઠ્ઠનની બેઠકમાં બંને વડાપ્રધાનો વચ્ચે મુલાકાત યોજાઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યુ હતુ કે બિશ્કેકમાં યોજાનારી એસસીઓ સમિટ દરમ્યાન મોદી અને ખાન વચ્ચે બેઠકા યોજવા અંગેનો કોઈ કાર્યક્રમ નથી સાથે સ્પષ્ટ કર્યું હતુ કે પાકિસ્તાની વિદેશ સચિવનો તાજેતરનો ભારત પ્રવાસ તેમનો વ્યકિતગત પ્રવાસ હતો.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકી હુમલા અને તેના જવાબમાં બાલાકોટમાં ભારતીય સેના કરેલી એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. પરંતુ બાદમાં બંને દેશોએ સંયમ જાળવતા યુધ્ધની સંભાવના નહીવત થઈ જવા પામી હતી જે બાદ બંને દેશો વ્યાપેલી કડવાશ દૂર કરવા સમયાંતરે પ્રયાસો કરતા રહે છે તાજેતરમાં બંને દેશોએ એકબીજાના હવાઈ સીમા પર વાપરવા પર લગાવેલા પ્રતિબંધનો દૂર કર્યા હતા. પરંતુ નવી મોદી સરકાર પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવા માગતી હોય ઈમરાનખાન સાથે બેઠક યોજી તેને માફ કરી દેવાના મૂડમાં ન હોવાનું વિદેશ નીતિનાં નિષ્ણાંતોએ મત વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.