Abtak Media Google News

આતંક સાથે છેડો ફાડી દેનાર યુવાનોને દોઢ લાખની જગ્યાએ ૬ લાખની સહાય આપવા જમ્મુ-કાશ્મીર સરકારને કેન્દ્રને રજૂઆત

પૂર્વ આતંકીઓને સમાજ સાથે ફરીથી જોડવા માટે જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા પુન:વસન યોજના ચાલુ છે. જેના હેઠળ હાલ આતંક સાથે છેડો ફાડી ચૂકેલા પૂર્વ આતંકવાદીઓને દોઢ લાખ રૂપિયા ૩ વર્ષના લોકઈન પીરીયડ માટે અપાય છે. હવે પૂર્વ આતંકીઓને શિરપાવ કરવાની તૈયારી જમ્મુ-કાશ્મીરની સરકારની છે. આ સરકારે કેન્દ્ર સમક્ષ પુન:વસન માટે દોઢ લાખ જગ્યાએ છ લાખની સહાય માટે અરજી કરી છે.

રૂ.૬ લાખની રકમ ૧૦ વર્ષના લોકઈન પીરીયડ માટે રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, સરકારની સહાયના કારણે કોઈપણ વ્યક્તિ પોતાને પૂર્વ આતંકીમાં ખપાવી લાભ લેવાનો પ્રયાસ કરશે તેવી દલીલ પણ થઈ છે. આ ઉપરાંત પોતાના જીવ સટોસટની બાજી લગાડી આતંકવાદીઓી દેશની રક્ષા કરતા જવાનોના મોરલ ઉપર પણ સરકારની યોજનાી અસર થશે તેવું કહેવાય રહ્યું છે.

વર્ષ ૨૦૦૪ થી જમ્મુ-કાશ્મીરમાં આતંકના રસ્તે ચડી ગયેલા યુવાનોને ફરીથી સામાન્ય પ્રવાહ સાથે જોડવા પુન:વસનની યોજના ચાલુ છે. જે હેઠળ હાલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત નોર્થ ઈસ્ટમાં પણ સરેન્ડર કરનાર પૂર્વ આતંકીઓને ચાર લાખની સહાય તેમજ દર મહિને ૬ હજારનું સ્ટાઈપેન આપવામાં આવે છે.

આસામ, મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશની સરકાર દ્વારા આ મહિનેથી આતંકવાદી ગતીવિધિને છોડી દેનારને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. પૂર્વોત્તરના રાજયોમાં હવેથી આતંકવાદ સાથે છેડો ફાડી દેનારને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ તેવી માંગ ઉઠી છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર સરકારે પણ સહાય વધારવા માટે અરજી કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.