Abtak Media Google News

ડીસીપી ઝોન-પ એ પોલીસ કર્મીઓ વિરુઘ્ધ આંતરીક તપાસના આદેશ આપ્યા

અમદાવાદના કેટલાક પોલીસ કર્મીઓ નામચીન મહીલા બુટલેગર સિતારાદેવીની પુત્રીના ફેસબુક ફ્રેન્ડ હોવાના ખુલાસા પર શહેરના ઝોન-પ ના ડીસીપી હિમકરસિંહે ર૧ જેટલા પોલીસ કર્મીઓ વિરુઘ્ધ આંતરીક તપાસના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે રખિયાલ વિસ્તારમાં રહેતી સિતારા ભાડભુજા (ઉ.વ.૩૬) ના દારૂના અડ્ડા પર સ્થાનિકો દ્વારા ગત ર૪ જુલાઇના રોજ જનતા રોડ પડયા બાદ સ્થાનીક પોલીસ હરકતમાં આવી હતી અને સિતારા તેમજ તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનીક સામાજીક કાર્યકર્તા કલિમ સિદ્દીકીએ કહ્યું કે ભાડભુજા અનેક વર્ષોથી દા‚ વેચવાનો ગોરખધંધો કરે છે પરંતુ રખિયાલ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ સાથે તેના અને તેની પુત્રીના સારા સબંધં હોઇ ખુબ ઓછા કેસ તેની વિરુઘ્ધ નોંધવામાં આવ્યા છે.

સિદ્દીકીએ વધુમાં કહ્યું કે, ગત ર૪ જુલાઇએ પણ સ્થાનીકોએ જનતા રેડ અને હોબાળો કરતા પોલીસ હરકતમાં આવી હતી અને સિતારા અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે એ જ દિવસે સિતારા લોકઅપમાંથી ભાગી જવામાં સફળ રહી હતી પરંતુ પાછળથી મોટા હોબાળા બાદ પોલીસે તેને વડોદરા રેલવે સ્ટેશનથી ઝડપી લીધી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બુટલેગર ભાગી જવાના કિસ્સામાં ચાર પોલીસ કર્મચારીઓ, પીએસઓ દિલીપસિંહ અભયસિંહ કોન્સ્ટેબલ ભરત દુદાભાઇ, લોકરક્ષક દળના જવાન ભરસિંહ અને મહિલા લોક રક્ષક દળ કોન્સ્ટેબલ શિતલ ત્રિકમભાઇને ફરજની ઉપેક્ષાનો કેસ નોંધી તપાસ થઇ રહી છે.

જયારે ફેસબુક ફ્રેન્ડ મામલે ડીસીપી હિમકરસિંહે કહ્યું કે, તેમની પાસે પુરાવા છે કે ર૧ પોલીસ જવાનોઆ બુટલેગરની પુત્રી સાથે ફેસબુક ફ્રેન્ડ હતા અને તમામને બીજા જીલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તેમજ મે એચ ડીવીઝનના એસીપીને સમગ્ર તપાસ કરવા આદેશ આપ્યો છે જેમાં તેઓ શા માટે અને કઇ રીતે આ બુટલેગરની પુત્રીના મિત્ર હતા તેની તપાસ કરવામાં આવશે અને ગુનો સાબિત થતા આકરા પગલા લેવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરશી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.