Abtak Media Google News

લોકપાલ અને લોકાયુકત મુદ્દે માર્ચ મહિનામાં ઉપવાસ આંદોલન કરવાની અન્ના હજારેની જાહેરાત

મોદી સરકાર માટે વર્ષ ૨૦૧૮ કપરૂ સાબીત થાય તેવી શકયતા છે. ૨૦૧૮માં લોકપાલ સહિતના મુદ્દે આંદોલનો જોવા મળશે. સામાજીક નેતા અન્ના હજારે આગામી ૨૩ માર્ચથી દિલ્હીમાં લોકપાલ, લોકાયુકત અને ચૂંટણી સુધારા માટે સરકાર યોગ્ય બીલ લઈ આવે તેવી માંગ સાથે આમણાંત ઉપવાસ આંદોલન કરશે.

અન્ના હજારેએ આર-યા-પારની લડાઈની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, મને એમ હતું કે, વડાપ્રધાન મોદી રાજકીય સીસ્ટમમાં બદલાવ લઈ આવશે અને ભ્રષ્ટાચારનો અંત આણશે. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં છે. મોદી સરકારે પણ લોકાયુકત અને લોકપાલ બિલ પાસ કરવામાં પીછેહટ કરી હોવાનો આક્ષેપ અન્ન હજારે દ્વારા કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે પણ લોકપાલ બીલને નબળુ રાખવાના પ્રયાસો કર્યા હતા. અમને જે બીલ બતાવ્યું તેના કરતા પાર્લામેન્ટમાં રજૂ કરેલુ બીલ અલગ હતું. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી જેવા લોકોનો સાથ લેવો તેમની મોટી ભુલ હતી.

૨૦૧૮ના વર્ષની શરૂઆતમાં જ મોદી સરકાર સામે લોકપાલ, લોકાયુકત જેવા મુદ્દે મસમોટું આંદોલન છેડાય જાય તેવી શકયતા છે. અન્ના હજારેનું અગાઉનું આંદોલન યુપીએ સરકારને ઉથલાવી શકયું હતું. અન્ના હજારેના આંદોલનના કારણે જ સરકાર વિરુધ્ધનું વાતાવરણ ઉભુ થયું હતું. આવી જ હાલત મોદી સરકાર સામે ન થાય તેવી દહેશત ભાજપ અને તેના ટેકેદાર પક્ષોમાં છે. અન્ના હજારેની છબી લોકો સમક્ષ ખુબજ સારી છે. પોતાને ગાંધીવાદી નેતા ગણાવતા અન્ના હજારે મોદી સરકાર સામે માર્ચ મહિનામાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાના છે.

અન્ના હજારેની ઉપવાસ આંદોલનની જાહેરાતથી મોદી સરકાર ચિંતીત બની ગઈ છે. લોકપાલ બીલ અને લોકાયુકત જેવા મુદ્દે સરકારને ભીડવવા અન્ય આંદોલન થવાની શકયતા છે. લોકપાલ સહિતના આંદોલનોને લઈ મોદી સરકાર માટે વર્ષ ૨૦૧૮ ખૂબજ પડકારરૂપ બની રહેવાનું છે. હાલ તો અન્ના હજારેના આંદોલન પહેલા તેમનો પ્રશ્ર્ન કઈ રીતે ઉકેલવો તે માટે મોદી સરકારની થીંક ટેન્ક પ્રયત્નો કરી રહી છે.

દલિતોનું આંદોલન જીજ્ઞેશ મેવાણી દિલ્હી દરબાર સુધી લઇ જવાની ફિરાકમાં

દલીત આગેવાન જીજ્ઞેશ મેવાણી પોતાનું આંદોલન દિલ્હી દરબારમાં લઈ જવાની ફિરાકમાં છે. આગામી તા.૯ જાન્યુઆરીએ મેવાણી યુવા હુંકાર રેલી યોજશે. આ રેલી વડાપ્રધાન કાર્યાલય સુધી જશે. આ રેલીના માધ્યમથી દિલ્હી ગજાવવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં થયેલી હિંસા બાદ તેમની સામે ભડકાઉ ભાષણ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, મેં કોઈ વિવાદાસ્પદ ભાષણ આપ્યું નથી કે, મેં મહારાષ્ટ્ર બંધમાં કોઈ ભાગ ભજવ્યો નથી.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં આપણે રોહિત વેમુલ્લા, ઉના દલીતકાંડ તેમજ અત્યારની હિંસા જોઈ છે.પોતાને આંબેડકરના અનુયાયી કહેતા વડાપ્રધાન મોદીએ એક પણ મુદ્દે કશુ કહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.