Abtak Media Google News

સ્ત્રિઓને રોજ રાત્રે શું જમવાનું બનાવવું તે સૌથી ઇચ્છા હોય છે કે ખાસ તો પરિવારના લોકોને ભાવે તેવું બનાવવુ તો ટ્રાય કરી શકો છો આ રેસીપી……

સામગ્રી :

– ૩/૪ વાટકી ઝીણી સમારેલી ડુંગળી

– ૧ ચમચી ઝીણુ સમારેલ લસણ

– ૧ ચમચી ઝીણુ સમારેલુ આદુ

– ૧ ચમચી તેલ

– ૧ વાટકી પાણી

– ૧/૨ ચમચી વિનેગાર

– ૧ ચમચી સોયા સોસ

– ૧ ચમચી ચીલી સોસ

– ૧ ચમચી કોર્ન ફ્લોર

– ૧ ચમચી લાલ મરચું

– મીઠું

– ૧ લીલુ મરચુ

– ૧ વાટકી બ્રેડનો ભુક્કો

– ૧/૨ વાટકી પાતળું અને લાંબુ સમારેલ કોબી

– ૧/૨ દુધીનું છીણ

બનાવવાની રીત :

– સૌથી પહેલા દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું અને તેનું પાણી કાઢી લેવું.

– એક બાઉલમાં બ્રેડના ભુક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ-લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્ષ કરી નાના ગોળ બોલ વાળી લેવા.

– હવે એક બાઉલમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્ષણ તૈયાર કરવું.

– હવે એક પેનમાં તેલ લઇ તેમાં આદુ અને લસણની કટકી ઉમેરી સાંતળવી.

– ત્યારબાદ ડુંગળીમાં મીઠુ ઉમેરી સાંતળવી

– હવે તેમાં મિશ્રણ ઉમેરી ઘટ થાય ગ્રીવી થાય ત્યાં સુધી હલાવવું.

– હવે ડીશ કે બાઉલમાં મંચુરિયન ઉપરથી ગ્રેવી રેડવી…

– કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરવું.

– બસ આ રીતે માણો બ્રેડ મંચુરિયનની મજા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.