Abtak Media Google News

એક તસ્વીર હજાર શબ્દો બરાબર હોય છે. લાંબા લાંબા લખાણો અને વર્ણનોને બદલે એક સુંદર ફોટો જે તે સ્થળ કે પરિસ્થિતિનું સંપૂર્ણ બયાન આપણી સમક્ષ આસાનીથી રજૂ કરે છે.

માનવીની ઈચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોંચાડનાર ફોટોગ્રાફીની કલાને વંદનનો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.

૧૯ ઓગષ્ટનો દિવસ “વિશ્વ ફોટોગ્રાફી દિન” તરીકે મનાવવામાં આવે છે.

તસ્વીરોને કેમેરે કંડારીને સદા માટે જીવંત રાખતા ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખુબ જ યાદગાર માનવામાં આવે છે. 19 ઓગષ્ટ, 1939નાં દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે. પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦ વર્ષથી પણ વધુ જૂની છે. ૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે.  જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના  લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. આ

અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટુકમાં ઝાંખી કરીએ :

ઈ. સ. ૧૮૩૯આ જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજના અતિ આધુનિક ડીજીટલ કેમેરે સુધીની વિકાસયાત્રા અવિરત રહી. ઈ. સ. ૧૫૫૮ આ ગીસોવાના બાટીસ્ટા ડેલાપાર્તાએ અંધારાવાડું નાના કાના વાળું બોક્ષ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું. બાદ ઈ. સ. ૧૮૨૬માં ફિલ્મની શોધ થઇ. ૧૮૩૯માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો  બોક્ષ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાના લેન્સની શોધ થતા આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા. પેન્ટેક્ષ કોનોકા કેમેરા બજારમાં મુક્યા તો તે સાથે જ કેપ્સુલ કેમેરા, સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસ્સિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ, માનવીની ઈચ્છાશક્તિ  ને  વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદન નો દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”.

આજે તો નાના નાના બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. લોકો જ્યાં ને ત્યાં ફોટો પાડતા કે સેલ્ફી લેતા જોવા મળે છે. ટેક્નોલોજીના પ્રતાપે દરેક વ્યક્તિ સુધી કેમેરો પહોચી ગયો છે.પરંતુ એક જમાનો હતો.જ્યારે કેમેરો હોવો એ દુર્લભ વસ્તુ ગણાતી. શુભ પ્રસંગે ફોટોગ્રાફરના માન-સન્માન જોવા મળતા. અને લગ્ન જેવા શુભ પ્રસંગ પછી ઘરે મુલાકાતે આવતાં સગાં-સંબંધીઓને ફોટો આલ્બમ હોંશભેર બતાવવામાં આવતું. વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણીનો મુખ્ય ઉદેશ “આપણી દુનિયા બીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરવી” એ છે.

વિશ્વ ફોટોગ્રાફી દિવસના પ્રસંગે વિશ્વની જૂજ તસ્વીરોની એક ઝલક :

વિશ્વનો સૌ પ્રથમ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

આકાશી વીજળીનો લેવાયેલો સૌપ્રથમ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

વિશ્વનો સૌપ્રથમ રંગીન ફોટો :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

વિશ્વમાં અવકાશનો સૌપ્રથમ ફોટો :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

1839ના સમયનો સ્ટુડિયો :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ કેપ કેનાવરલ લોન્ચની  ફોટોગ્રાફી :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ ડિજિટલ ફોટોગ્રાફ:

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ સેલ્ફ પોટ્રેટ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ એરિયલ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

સૂર્યનો પ્રથમ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

ચંદ્રથી પૃથ્વીનો પ્રથમ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

મંગળ પરથી પ્રથમ ફોટોગ્રાફ :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ રંગીન લેન્ડસ્કેપ ફોટોગ્રાફ : 

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

પ્રથમ 3 ડી ફોટોગ્રાફ અમેરિકન રાષ્ટ્રપતિનો :

Take-A-Look-At-Some-Of-The-Worlds-Hottest-Photos-On-World-Photography-Day
take-a-look-at-some-of-the-worlds-hottest-photos-on-world-photography-day

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.