Abtak Media Google News

૨૦૧૨માં ચુંટણી એસેમ્બલી અધિકારીએ કરાવ્યો હતો સોદો

દેશના રક્ષક જયારે ભક્ષક બનીજાય છે ત્યારે આકરી સ્થિતિ સર્જાય છે. પોલીસ હંમેશા લોકોની સેવા કરતા હોય છે. મદદ‚પ બનતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશનાં એક સીનીયર આઇ.પી.એસ. પોલીસ ઓફીસરે ખાલિસ્તાની આતંકવાદીને ભગાડવા ૪૫ લાખની લાંચ લઇ ઉત્તર પ્રદેશ પોલીસનું નાક જમીનમાં રગ્ડયું હતું. ને તેમના માટે ખુબ જ શર્મજનક ઘટના બની હતી.  જેની કડી ગત વર્ષે હાઇ સિકયોરીટીમાંથી નાભા જેલમાંથી ગોપી ઘનશ્યામ નાસી છુટતા મળી હતી.

સુત્રોના આધારે પંજાબ પોલીસે ઉત્તર પ્રદેશની એક સ્પેશિયલ એજેન્સીમાં લાંચ બાબતની ચર્ચા કરાયેલી  ઓડીયો કિલપ ‘સબૂત’ તરીકે રજુ કરી હતી. આ મામલે ઉત્તરપ્રદેશના ચીફ મીનીસ્ટર યોગી આદિત્યનાથે હોમ મિનિસ્ટર સેક્રેટરી અરવિંદ કુમાર તેમજ પ્રિન્સીપાલ ડીજીપી સુલખાન સિંઘને બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી. અને આ મામલાને હાઇ લેવલ ગુનો ગણાવ્યો હતો. પંજાબ પોલીસનો દાવો છે કે ગોપીને સપ્ટેમ્બર ૧૦ ના રોજ શાહજહાનપુરમાં હોવાનું માલુમ પડયું હતું. પરંતુ ત્યારબાદ તે ગાયબ થઇ ગયો હતો.

પંજાબ એન્ટી ટેરેરિસ્ટનું માનવુ છે કે ૧૦ સપ્ટેમ્બર શાજહાનપુરમાં ગોપી જ હતો જેને છુટો કરી દેવામાં આવ્યો હતો. આ જોઇન્ટ ઓપરેશનમાં પંજાબ પોલીસ તેમજ યુપી પોલીસે આ ૨૭ નવેમ્બરના જેલ બ્રેકમાં હાથ ધરાવતા ૬ લોકોને પકડી પાડયા છે. પોલીસનું કહેવું છે કે આઇ.જી. રેન્ક ઓફીસર સંદીપ તિવારી દ્વારા તેનો સોદો કરવામાં આવ્યો હતો. જેણે ૨૦૧૨ની ચુંટણીમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. પોલીસે આ મામલે ૩ લોકોની ધરપડક કરી છે. પિન્ટુ, અમરદીપ સિંહ અને હરીન્દર સિંહ ખાલોન હાલ તેમને પકડી પાડવામાં આવ્યા છે. જેની સજા જલ્દી નકકી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.