Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોેબલ સમિટ ૨૦૧૯

ઇલેકટ્રોનિક અને હાર્ડવેર ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે નામના ધરાવનાર તાઇવાને લધુ તેમજ મઘ્યમ ઉઘોગોથી વિકાસને વેગ આપ્યો

વિકાસની હરણફાળ માટે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯ માં વિશ્વભરમાંથી વિવિધ ક્ષેત્રે જોડાયેલા રોકાણકારો તેમજ ઉઘોગપતિઓ રાજયના મહેમાન બનશે. જેના માટે આગામી અઠવાડીયામાં તાઇવાન પણ મોટા પ્રમાણમાં રોકાણ કરવા હોવાના અહેવાલો રાજય સરકારના ટોચના સુત્રો દ્વારા મળી રહ્યા છે. તાઇવાન કેમીકલ, ફર્ટીલાઇઝર, ઇલેકટ્રોનીક, આઇ-ટી સેકટર સહીતના ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં ઇનવેસ્ટમેન્ટ કરશે.

જીઇએસઆઇએ આઇ એસો. અને તાઇવાન એકસર્નલ ટ્રેડ ડેવલોપમેન્ટ કાઉન્સીલ વચ્ચેના એમઓયુ બન્ને દેશો વચ્ચે બ્રિજનું નિર્માણ કરશે. તાઇવાને ગુજરાત ઇલેકટ્રોનીક એન્ડ સોફટવેર ઇન્ડસ્ટ્રી એસો. સાથે જોડાવવી તૈયારી દર્શાવી છે. તેથી તે મેન્યુફેકચરીંગ, અને ઇલેકટ્રોનીક સહીતના કેટાલક આઇ.ટી. ક્ષેત્રે જબ્બર રોકાણ કરશે. તાઇવાનનું કમપ્યુટર એસોસિએશન પણ આઇ-ટી સાથે જોડાવાની ઇચ્છા દર્શાવે છે. ગુજરાતમાં ઉઘોગક્ષેત્રે વિકાસને વેગ આપવા વાયબ્રન્ટ સમીર મહત્વની ભુમિકા ભજવશે.

જો કે તાઇવાન કેટલાનું રોકાણ કરશે. આ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ આઇટી સેકટર માટે તેમજ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ આપશે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે જો આ તમામ રોકાણો ગુજરાતમાં થશે તો મેન્યુકચરીંગ વેલ્યુ ચેઇન વધશે. તાઇવાનો વિકાસ નાના તેમજ મઘ્યમ ઉઘોગથી જ થયો છે. આજે તાઇવાન ઇલેકટ્રોનીકસ અને હાર્ડવેરમાં આગવી ઓઇલ ધરાવે છે. જો તે ગુજરાતમાં આવશે. ગુજરાતની  મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી ક્ષેત્રે પણ વિકાસનો ઘોડો દોડાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.