ચોમાસા દરમ્યાન કોટન ક્લોથ્સ ને ટા ટા બાય-બાય

ગરમા ગરમ ઉનાળા પછી હવે તન અને મન ને શીતળતા આપનારુ ચોમાસું શરુ થઇ ગયું છે. ચોમાસામાં પલળવાની મજા તો છે . ચોમાસામાં પલળવું તો ગમે છે પરંતુ કપડા ભીના થાય અને મેકઅપ બગડે એ નથી ગમતું . તો ચાલો જાણીયે ચોમાસામાં કેવા કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે

  • કોટન ક્લોથ્સ ને હવે મુકો કાબોટમાં  :

ચોમાસામાં પ્યોર કોટન અને સુતરાઉ કપડા પહેરવાનું ટાળવું જોઈએ. કોટન નેચરલ ફાઈબર હોવાને કારણે વરસાદ માં ૫ મિનીટ ભીંજાતા જ પાણી ચૂસી લે છે ઉપરાંત પરસેવો અને પાણી ભેગા થતા કોટન વસ્ત્રો અનકમ્ફર્ટેબલ છે સાથે શરીર પર ચોંટી જાય છે . આ સિવાય ચોમાસું ભેજ વાળી ઋતુ હોવાથી આ કપડા જલદી સુકાતા પણ નથી અને સરખા ન સૂકાવાના લીધે વાસ પણ મારે છે. કોટન ક્લોથ્સમાં અમુક વાર કપડાઓનો કલર પાકો નથી હોતો તો આવા કપડા જ્યારે તમે વરસાદ માં પહેરીને બહાર જાઓ છો તો પલળતાની સાથે જ તેનો રંગ ઉતરવા લાગે છે અને ઘણી વાર તો શરીરને પણ ચોટી જાઈ છે.

  • ચોમાસામાં સિન્થેટીક કપડા પહેરો :

ચોમાસામાં જેમ કોટન ક્લોથ્સ નો ડીસએડવાન્ટેજ છે એમ સિન્થેટીક કપડા પહેરવામાં વધુ ઈઝી રહેશે. રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , કોટનમિક્સ , નાયલોન, વિસકોસ ,માઈક્રો, લાયક્રા વગેરે જેવા મેઈન મેડ સિન્થેટીક કાપડ ચોમાસામાં ફુલ ડીમાન્ડમાં હોય છે , આ કાપડમાંથી બનતા કપડા પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે શરીર પરથી ભેજને દૂર રાખે છે તથા શરીર પર ચોંટતા પણ નથી. તેમજ આ કાપડ કોટનની સરખામણી એ ખૂબજ ઓછું પાણી શોષે છે એટલે ઝડપથી સૂકાઈ પણ જાય છે . ઉપરાંત આ કાપડ પલળ્યા બાદ પણ તેમાંથી કલર જતો નથી અને કીમતમાં પણ જોઈએ તો કોટન કરતા સિન્થેટીક કપડા સસ્તા હોય છે. તો આ ચોમાસે તમે પણ વિવિધ પ્રકારના સિન્થેટીક કપડા જેવા કે ટ્રાઉઝર , ટોપ, કુર્તા, વેસ્ટર્ન-ઇન્ડોવેસ્ટર્ન આઉટફીટ , દુપ્પટા વગેરે ખરીદી લેજો….ચોમાસા દરમ્યાન કોટન ક્લોથ્સ ને ટા ટા બાય-બાય

Loading...