Abtak Media Google News

યુ ટ્યુબ પર 100 મિલિયન સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કરનારી પહેલી યુ ટ્યુબ ચેનલ ભારતની ‘ટી-સિરીઝ’ ચેનલ છે.‘ટી-સિરીઝ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે સૌનો આભાર માનતાં કહ્યું કે, ‘ટી-સિરીઝને ભારતનું ગૌરવ બનાવવાની સફરનો હિસ્સો બનવા માટે આભાર.’ ‘ટી-સિરીઝ’ ભારતની સૌથી મોટી મ્યુઝિક લેબલ કંપની છે. ‘ટી-સિરીઝ’ ફિલ્મો પ્રોડ્યૂસ કરે છે, ગીતો, નોન ફિલ્મી ગીતો વગેરે પણ પ્રોડ્યૂસ કરે છે.

‘ટી-સિરીઝ’ યુ ટ્યુબ ચેનલની સ્થાપના જાન્યુઆરી, 2011માં થઇ હતી. ‘ટી-સિરીઝ’ યુ ટ્યુબ ચેનલની 28 સબ ચેનલ છે. એટલે કે ‘ટી-સિરીઝ’ હેઠળ ટી-સિરીઝ તમિળ, બોલિવૂડ ક્લાસિક, ટી-સિરીઝ ગુજરાતી વગેરે યુ ટ્યુબ ચેનલ છે. 19 વર્ષની ઉંમરે ભૂષણ કુમારે ‘ટી સિરીઝ’ સંભાળી લીધી હતી. તેમણે હંમેશાં ‘ટી સિરીઝ’ની સફળતાનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.