Abtak Media Google News

રાજકોટના થોરાળાની મહિલાનો સ્વાઈનફલુ રિપોર્ટ પોઝીટીવ

શહેરના પાણીજન્ય રોગમાં વધારો થવા પામ્યો છે. હોસ્પિટલમાં રોજબરોજના શરદી, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસ આવે છે અને સ્વાઈનફલુ જેવો ગંભીર રોગ પણ ફુફાંડો મારી રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુથી અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતના મોત નિપજયા છે.

જુનાગઢમાં રહેતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ નામના ૪૫ વર્ષના પ્રૌઢને શરદી અને તાપ આવતા જુનાગઢથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમને સ્વાઈનફલુના લક્ષણો જણાવતા વોર્ડમાં સારવાર આપી તેના લાળના નમુના લઈ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયાં તેઓનો સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ ગોરધનભાઈને વેન્ટીલેટર પર રાખવામાં આવતા જયાં તેનું રાત્રીના બારેક વાગ્યે મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. ગોરધનભાઈના મોતથી સ્વાઈનફલુથી થયેલા મોતનો આંક ૧૨ સુધી પહોંચ્યો છે. સ્વાઈનફલુ વોર્ડમાં રાજકોટ થોરાળા વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન શૈલેષભાઈ સોરઠીયા નામના મહિલાને તાવ અને શરદી જણાતા તેમને ગત ૨૪/૪ના રોજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેના લાળ અને બ્લડના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જયાં તેનો સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

દિવસે-દિવસે સ્વાઈનફલુનો રોગ ફેલાતો જાય છે તેને રોકવા તબીબો વામણા પુરવાર થયા હોય તેવુ લાગી રહ્યું છે. સ્વાઈનફલુને લીધે આરોગ્ય તંત્રે જુદા-જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.