Abtak Media Google News

જામનગરમાં ચાલુ શિયાળાની મોસમમાં સ્વાઈનફ્લૂએ અજગરી ભરડો લીધો હોય તેમ દરરોજ નવા-નવા દર્દીઓ સિઝનલ ફ્લૂમાં સપડાઈ રહ્યા છે. દરમ્યાન આજે પોરબંદર પંથકમાં એક દર્દીનું સારવામાં મૃત્યુ થયું હતું. હાલ છ દર્દીઓ સારવાર હેઠળ છે.

શિયાળામાં જ સ્વાઈનફ્લૂના જીવાણુઓ વધુ માત્રામાં ફેલાતા હોય આ શિયાળો જામનગર માટે કમનસીબ સમાન સાબિત થયો હોય તેમ અનેક દર્દીઓને સ્વાઈનફ્લૂ (સિઝનલ ફ્લુ) લાગુ થયો હતો. જ્યારે અત્યાર સુધીમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં અડધો ડઝન દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.

જામનગરની જી. જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા પોરબંદરના રીટાબેન ગોસ્વામી નામના ૪૦ વર્ષના મહિલા દર્દીનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

જામનગરમાં ગઈકાલના બંને શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ મળ્યાં હતાં. જ્યારે કુલ ચાર દર્દીઓ સારવારમાં હતા તેમાંથી એકનું મૃત્યુ થયું છે. જ્યારે એક દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. હાલ આઈસોલેશન વોર્ડમાં છ દર્દીઓ સારવાર હેઠળ છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં આ સીઝનમાં સાતેક દર્દીના મૃત્યુ થયા છે. જો કે તેમાંથી મહત્તમ દર્દીઓ પોરબંદર પંથકના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.