Abtak Media Google News

 સ્વિટ્ઝર્લેન્ડને ૧-૦થી હરાવ્યું: સ્વિડને ૧૯૫૮ બાદ પ્રથમ વખત સતત બે મેચ જીતી

સ્વીડને મંગળવારે રમાયેલા મેચમાં સ્વિટજરલેન્ડને માત દઈ ફૂટબોલ વર્લ્હ કપમાં કવોયર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. મેચનો એક માત્ર ગોલ સ્વીડનના એમીલ ફોર્સબર્ગે સેક્ધડ હાફમાં કર્યો હતો. આ મેચમાં ખેલાડીઓએ ગોલ કરવાની અનેક તકો ગુમાવી હતી. સ્વીડને ગોલ કરવાના ચાન્સ ગુમાવ્યા તો સ્વિટજરલેન્ડના ખેલાડીઓની પણ સરખી જ હાલત હતી. સ્વિટજરલેન્ડે ઈંજરી ટાઈમમાં ફકત ૧૦ ફેલાડીઓ સાથે મેચ રમવી પડી હતી માઈકલ લંગને માર્ટીન ઓલ્સનએ ધકકા માર્યા હોવાને કારણે મેંદાનથી બહાર કરવામાં આવ્યા હતા.

સ્વીડન માટે ખૂબજ સારો અવસર કહી શકાય કે ૨૪ વર્ષ બાદ સ્વીડન કવોટર ફાઈનલમાં પ્રવેશ્યું છે. છેલ્લે ૧૯૯૪માં સ્વીડને પ્રથમ વખત ફૂટબોલની ફાઈનલ ૮ ટીમોમાં સ્થાન મેળવ્યું હતુ સ્વીહને ૧૯૫૮મા પહેલી વાર વર્લ્ડકપમાં સતત બે મેચો જીતી હતી આ પૂર્વ ૧૯૫૮માં કવોટર ફાઈનલ અને સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં સ્વીડને સ્થાન મેળવ્યું હતુ કવોલીફાઈંગ ગ્રુપમાં સ્વીડન ટીમે નેધરલેન્ડથી આગળ રહી વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું હતુ અને ઈટલીને પણ હરાવ્યું હતુ.

ગ્રુપ સ્ટેજથી તેની સામે જર્મની જેવી દમદાર ટીમ હતી. જોકે સ્વિટજરલેન્ડ અત્યાર સુધી વર્લ્ડ કપ નોકઆઉટ જીતી શકી નથી જોકે ગત ચાર વર્લ્ડ કપમાં ૧૫ મેચો દરમ્યાન સ્વિટજલેન્ડે ચોથી વખત હારનો સામનોકરવો પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.