Abtak Media Google News

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના હોદેદારો ની શપથ વિધિ સમારોહ યૌજાયો, વર્ષ ૨૦૧૮ -૧૯ના વરાયેલા હોદેદારોનો શપથ સમારોહ અત્રે ના પાટીદાર હોલમા યોજાયેલ, ૧૫ વર્ષ થી ફોટોગ્રાફી એસોસિયેશનના પ્રમુખ રહી સુંદર કામગીરી કરનાર શ્રી રમેશ રૂપાલાએ પ્રમુખ તરીખે શપથ લીધા હતા,

સેક્રેટરી તરીખે શ્રી કેશુભાઈ દેત્રોજાએ સપથ લીધા હતા, આ પ્રસંગે તત્કાલીન પ્રમુખ ભીખાભાઇ લોરીયા, હિમતભાઈ ભોજાણી મગનભાઈ સંઘાણી, અમરશી ભાઈ અમૃતિયા, અને અન્ય મેમ્બરોએ સપથ લીધા હતા, સપથ વિધિ સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાન્ત દફ્તરી એ કરાવતા જણાવેલ કે કેરળમા આવી પડેલ આપદા મા ભારત ની તમામ ક્લબો સહકાર આપી રહેલ છે  કેરળ રાહતમાં સીટી કલબ તરફ થી ૨૫૦૦૦નું અનુદાન જાહેર કરવામાં આવેલ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પોપટભાઈએ લાયન્સ કલબ ને ખૂબ અભિનંદન આપેલ હતા,અને ૧૫૦૦૦નું અનુદાન જાહેર કરેલ હતું, શ્રી નિખિલભાઈ જોશીએ સેવાને પ્રધાન્ય આપતી સંસ્થા પ્રત્યે આદરના ભાવો વ્યક્ત કરેલ હતા, મોરબીમા કિડની ડાયાલીસીસ સેન્ટર ચાલી રહેલ છે, તેના સનચાલકો શ્રી ચંદ્રકાન્ત દફ્તરી, શ્રી જનકભાઈ હીરાની, શ્રી મગનભાઈ સંઘાણી,શ્રી નિખિલભાઈ જોશીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું,

પ્રમુખ પદેથી બોલતા શ્રી રમેશભાઈ રૂપાલાએ અપીલ કરી હતી કે આપણા કિડની ડાયાલિસીમા ફ્રી ડાયાલિસ માટે દાતાઓ આગળ આવે ,તેના જવાબ ૫ મિનિટ માજ ૧૭૦ ડાયાલિસના ૬૦૦ રૂપિયા મુજબ ૧ લાખ એકઠા થઇ ગયા હતા, વિધવાબહેનોની દીકરીઓના આગામી સમૂહ લગ્ન માં સોના ની ચૂક આપવાની જાહેરાત શ્રી ભાવેશભાઈ બોજાણી એ કરી હતી શ્રી વશ્રમભાઈ ચીખલીયા એ વર્ષ દરમિયાન ૧ લાખ ની કબૂતર ને ચણના જાહેર

કરતા તેમનું સન્માન કરવામા આવેલ હતું, કાર્યક્રમ નું સંચાલન વીરેન્દ્ર પાટડીયા તથા મલય દફ્તરીએ કરેલ હતું,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.