Abtak Media Google News

છેલ્લા કેટલાસમય થી આપણે બોલિવૂડને લગ્ન બાબતની ચર્ચામાં જોઈએ છીએ ત્યારબાદ દેશના ઘનીક વ્યકિતની પુત્રીના પણ લગ્ન ખૂબ જ જોર શોરથી થયા લગ્નમાં બોલિવૂડ ના  સુપરસ્ટારથી લઈને  રાજનેતાઓએ પણ ઉપસ્થિતિ આપી છે.

અંબાણી પરિવારે ઉદયપુરમાં લગ્નની સંપૂર્ણ વિધિઑ રાખેલ હતી. ઈશા અંબાણીએ 12 ડિસેમ્બરે  આનદ પરિમલ સાથે તેમના ઘર એન્ટિલિયામાં લગ્ન કર્યા.

લગ્નનો ખૂબ સુંદર એક વિડીયો બહાર આવ્યો છે આ વિડીયોમાં સંગીત જગતના ખૂબ જ નામચીન તેમજ પોતાના સુંદર અવાજ થી લોકોનું દિલ જીતી લેનાર લતા મંગેશકર એ ઈશાઅને આનદ ને આશીર્વાદ આપતા અને પોતાના અવાજથી બધા સ્તબ્ધ કરી તેનીએ ગાયત્રી મંત્ર તેમજ ગણેશ સ્તુતિનું ગાન કર્યું હતું, ત્યારબાદ તેણીએ પોતાનો સ્પેશિયલ મેસેજ આપ્યો હતો. એક તરફ જ્યાં બધા લોકો ભાવુક હતા ત્યાં લતાજીનો આ મેસેજ સાંભળી લોકો વધુ ભાવુક બન્યા હતા.

લગ્ન સંપૂર્ણપણે ગુજરાતી અને હિન્દુ રિવાજોમાં કરવામાં  હતા. લતાજીનો અવાજ રેકોર્ડ કરાવામાં આવ્યો હતો. કેટલાક વર્ષો પછી, લતા મંગેશકરે તેનો અવાજ રેકોર્ડ કર્યો છે. રેકોર્ડિંગ ચલાવતા પહેલા, મહાન અમિતાભ બચ્ચનએ થોડું પરિચય આપ્યું અને લતાજી દ્વારા રજૂ કરાયેલા રેકોડ થયેલા વ્યાખ્યાનું  મહત્વ સમજાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.