Abtak Media Google News

ઉપલેટા યુવા ગ્રુપ દ્વારા આયોજિત અશ્વમેળો ૨૦૧૯ ગુજરાત યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળી (તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ)ની પ્યોર મારવાડી બીડની ચાંદની ઘોડી ગુજરાત રાજયમાં બીજા નંબરે આવતા સૌ સંતો અને હરિભકતોમાં હરખની હેલી પ્રગટી. સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળીના પૂજય વંદનિય મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી ઉપર રાજકોટ સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી તથા જામનગર, વડતાલ, ધોલેરા, જુનાગઢ, માંગરોળ, પંચાળા, પિપલાણા, લોએજ વિગેરે ધામેધામથી વંદનીય સંતો, મહંતો અને હરિભકતોના અભિનંદનના ફોનનો ધોધ વહી રહ્યો છે. તીર્થધામ સાંકળીના દર્શનપ્રિય સ્વામી તેમજ સેવાભાવી સેવક અને દ્રષ્ટી પ્રદિપભાઈ ભાખરે ખુબ જ સખત મહેનત કરી હતી. સાથમાં રામકુંવરભાઈ ડેર (મોટા આંકડીયાવાળા)એ પણ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. ચાંદની ઘોડી આજે સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળીમાં રાખવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રોને ઘોડેશ્વારી શીખવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.