Abtak Media Google News

બર્ડ ફલૂની આશંકાએ નાના એવા ગામમાં ફફડાટ

કોરોના મહામારી વચ્ચે બર્ડ ફલૂએ પગપેશારો કર્યો છે. બર્ડફલૂથી રાજયભરમાં ફફડાટ મચ્યો છે. ત્યારે હળવદના દેવડીયા ગામે ગામે ૨૦ ટીટોડીઓના ટપોટપ મોત થયાની ઘટના સામે આવી છે.આથી ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલબર્ડ ફ્લુની આશંકા વચ્ચે મૃત પક્ષીઓના મૃતદેહને પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં  આવી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના દેવડીયા ગામે એકીસાથે ૨૦ ટીટોડીના મોત નિપજ્યા હતા.જેમાં દેવડીયા ગામે તળાવના કાંઠે ૨૦ ૨૦ ટીટોડીઓના મૃતદેહો મળી આવ્યા હતા.આ બનાવની ગ્રામજનોએ હળવદના વન વિભાગને જાણ કરી હતી.આથી આ બનાવની જાણ થતાં વનવિભાગ હળવદના દેવડીયા ગામે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે  હાલના તબક્કે આ પક્ષીઓના મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી.પણ બર્ડ ફ્લુની આશંકા વચ્ચે આ મૃત પક્ષીઓના પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ,આ પક્ષીઓ બર્ડ ફ્લુથી મર્યા છે કે કેમ તે બાબત પીએમ રિપોર્ટમાં બહાર આવશે. હાલ રાજ્યમાં પ્રસરેલી બર્ડ ફ્લુની મહામારી વચ્ચે આ નાના એવા ગામમાં આટલા પક્ષીઓના મોત થતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.