રાહુલ ગાંધી વિશે ટીકાપાત્ર નિવેદન આપનાર સુબ્રમણ્યમ સ્વામીનું કોંગ્રેસ દ્વારા પુતળા દહન

169
sushmaniyam-swamy-who-gave-a-critical-statement-about-rahul-gandhi
sushmaniyam-swamy-who-gave-a-critical-statement-about-rahul-gandhi

ખોટા નિવેદન આપવાનો સ્વામીને નૈતિક કે વૈધાનિક અધિકાર ની: અશોક ડાંગર

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીના અત્યંત ટીકાપાત્ર નિવેદન સામે ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

સ્વામીનું નિવેદન અસ્વીકાર્ય અને અત્યંત ટીકાપાત્ર છે. એમણે રાહુલ ગાંધી, પ્રદેશ કોંગ્રેસ તેમજ કોંગ્રેસને દેશભરમાં અપમાનિત કર્યા છે. આવાં ખોટા વિધાન કરવાનો સ્વામીને નૈતિક કે વૈધાનિક અધિકાર નથી. તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મનપા વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, કોર્પોરેટરો દિલીપભાઈ આસવાણી,રેખાબેન ગજેરા, પરેશભાઈ હરસોડા, વસંતબેન માલવી, ઉર્વશીબા જાડેજા, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રસીલાબેન ગરૈયા, બીપીનભાઈ દવે,  જયાબેન ટાંક, નીલેશભાઈ મારું, વગેરે શિક્ષણ સમિતિ સભ્ય રહીમભાઈ સોરા,  મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, સેવાદળ ચેરમેન ભાવેશભાઈ ખાચરિયા, માઈનોરીટી ચેરમેન યુનુસભાઈ જુણેજા, ઓબીસી વિભાગ ચેરમેન રાજેશભાઈ આમરણીયા, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, ફરિયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, સોસીયલ મીડિયા જીગ્નેશભાઈ વાગડિયા, વોર્ડ પ્રમુખો કલ્પેશભાઈ પીપળીયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા, કેતનભાઈ તાળા, માણસુરભાઈ વાળા, વાસુરભાઈ ભાંભાણી, નારણભાઈ હિરપરા,  કોંગ્રેસ આગેવાનો, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, સુરેશભાઈ ગરૈયા, શૈલેશભાઈ રૂપાપરા, યોગેશભાઈ વ્યાસ, ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ તાલાતીયા, અંકુરભાઈ માવાની, નીલેશભાઈ વિરાણી, અરવિંદભાઈ મુછડીયા, પ્રવીણભાઈ મુછડીયા, યુસુફભાઈ સોપારીવાલા, દિલીપ લીંબાસીયા, નાગજીભાઈ વિરાણી, હીરાભાઈ ચાવડા, મહિલા કોંગ્રેસ આગેવાનો દિપ્તીબેન સોલંકી, હિરલબેન રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, રીટાબેન વદેચા, હંસાબેન સાપરીયા, વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સુબ્રમણ્યમ સ્વામીના અત્યંત ટીકાપાત્ર નિવેદન સામે ઉગ્ર કાર્યક્રમ આપેલ હતો.

Loading...