Abtak Media Google News

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ રાબ્તા ભલે બોક્સ ઓફિસ પર સારી કમાણી ના કરી કહી હોય હાલ સુશાંત પાસે ઘણી ફિલ્મો છે. તે ધર્મ પ્રોડકશન ની આગામી ફિલ્મ ડ્રાઈવ નો હિસ્સો પણ છે. જેમાં તેની સાથે જેકલીન પણ છે. હાલ સુશાંત પોતાની આગામી ફિલ્મ ચાંદા મામા દૂર કે હૈ ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈ સુશાંત ઘણા ઉત્સાહી છે. આ ફિલ્મ માટે સુશાંત એ ઘણું રિસર્ચ પણ કર્યું છે. થોડા સેમી પેહલા સુશાંત એ ઇન્સ્ટગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે એક એસ્ટ્રોનોટ ના કિરદારમાં નજર આવે છે. થોડા દિવસો પેહલા જ તે નાશા પોતાની ટ્રેનીંગ માટે રવાના થયા છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય પુરણ આ ફિલ્મ માટે 8 વર્ષ રિસર્ચ કર્યું છે  આ ફિલ્મમાં સુશાંત સાથે નવાઝુદિન સીદીકી અને આર માઘવન પણ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.