Abtak Media Google News

પોપ્યુલર ફિલ્મ સૂર્યવંશમનો ચાઈલ્ડ એક્ટર હવે મોટો થઈ ગયો છે. ફિલ્મમાં આનંદ હીરા સિંહના દીકરાની ભૂમિકામાં હતો. તેનો અભિનય લોકોને ખૂબ જ ગમ્યો હતો. સૂર્યવંશમના લગભગ બધા પાત્ર અને ડાયલોગ્સ લોકોને મોઢે થઈ ગયા છે. કારણકે આ મૂવી વારંવાર ટીવી પર આવતી જ રહે છે. હીરા ઠાકુરના પુત્રનું સાચું નામ આનંદ વર્ધન છે જે તેલુગુ ફિલ્મોનો મશહુર હીરો છે. તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે લગભગ ૨૦ તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

આનંદની કરિયર માત્ર પાંચ જ વર્ષની વયે શરુ થઈ ગઈ હતી. તેણે સ્થાનિક રામાયણમાં વાલ્મીકિ અને હનુમાનના બાળપણનો રોલ ભજવ્યો હતો. આનંદના દાદા પી.બી. શ્રીનિવાસ એક મશહુર પ્લેબેક સિંગર રહી ચૂક્યા છે. તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. જ્યારે તેના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.