Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અને ઘુસપેઠ તેમજ ગોળીબાર જેવી ઘટનાઓને પરિણામે અહીં પહેલેથી જ મોટી નકારાત્મકતા પ્રવર્તી રહી છે. તેમાં પણ ખાસ અસર અહીંના યુવાનો પર પડી છે. પાકિસ્તાનના ઉશ્કેરાટથી કાશ્મીર યુવાનો આતંકી પ્રવૃતિઓમાં જોડાય દેશ વિરોધી કાર્ય કરે છે. જેને રોકી આ આતંકી ચુંગાલમાંથી બહાર કાઢવા ખૂબ જરુરી બન્યુ છે. ત્યારે આજરોજ આવા જ બે યુવાનોને આતંકી પ્રવૃતિમાંથી બહાર કાઢી ભારતીય સેનાએ તેના પરિવારને પરત કર્યા છે.

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીઓએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, સુરક્ષા દળોએ સોપોરના તુજ્જર વિસ્તારમાં સીઝ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બે આતંકીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તે બંને આતંકીઓ 20 અને 21 વર્ષના છે અને બંને સોપોર શહેરના રહેવાસી છે. તેમને તેમના પરિવાર સાથે ફરી મેળવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર બાદ એક આતંકી જહાંગીર અહેમદને ગોળીબાર નહીં મારવાની શરતે પકડી પાડ્યો હતો. અને ત્યારબાદ સેનાએ તેને પરિવાર સામે રજૂ કર્યો હતો.

ભારતીય સેના કાશ્મીર ખીણમાં નવી રીતે શરણાગતિ નીતિ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત આતંકવાદીઓને શરણાગતિ માટે પુનર્વસન યોજના પણ બનાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.