Abtak Media Google News

સમગ્ર દેશવાસીઓને જેના પર ગર્વ કરી રહ્યા તેવી સર્જિકલ સ્ટ્રાઇકના મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પુરાવા માંગ્યા છે. ત્યારે તે અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સરહદ પાર જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેનું સૌને ગર્વ હોવું જોઇએ. દેશદાઝ જગાડનારી આ ઘટનાને સમગ્ર દેશવાસીઓએ આવકારીને કેન્દ્રની મોદી સરકાર પર મનોરૂપી આશીર્વાદ વરસાવ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક પાક. પ્રેરિત આતંકવાદ પર થઇ છે. અને કોમામાં કોંગ્રેસ આવી ગઇ છે. જેથી આતંકવાદ અને કોંગ્રેસ વચ્ચે જુના સંબંધો હોવાનું પુરવાર થાય છે સર્જિકલ સ્ટ્રાઇક બાદ કોમામાં આવી ગયેલા કોંગ્રેસસઓ સમયાંતરે કમલનાથ જેવા બફાર કરીને ભારતીય સેનાની કરેલી કામગીરીને શંકાની નજરે જોઇ રહ્યા છે. જેથી મતદારોએ કોંગ્રેસને સત્તાથી દુર રાખીને તેના પાયોની સજા ફટકારી છે.

દેશદાઝના આ મુદ્દા પર માત્ર પાક. અને કોંગ્રેસે જ પ્રશ્ર્નાર્થો ઉભા કર્યા હતા

કાશ્મીરના ઉરીમાં આવેલ ભારતીય સેનાના કેમ્પ પર વર્ષ ૨૦૧૨માં આતંકવાદી ઘુસી ગયા હતા. આ આતંકી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા. જે બાદ ભારતીય સેનાએ આ હુમલાનો આકરો જવાબ આપવા રાત્રિના અંધારામાં સરહદ પાર કરીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘુસીને સર્જીટલ સ્ટ્રાઇક કરી હતી. આ સર્જીટલ સ્ટ્રાઇકમાં ભારતીય સેનાએ અનેક આતંકવાદી કેમ્પોનાો સફાયો કરીને સેંકડો આતંકવાદીઓને મારી નાખ્યા હતા. જયારે આતંકવાદના આકા પાકિસ્તાને તેને વખોડી કાઢી હતી. કોંગ્રેસના અમુક નેતાઓએ દેશદાઝ જેવા આ મુદ્દે  પુરાવા માંગ્યા હતા. કોંગ્રેસીઓના પુરાવા માંગવાના કૃત્યની દેશભરમાં ભારે ટીકા થયા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે આ મુદ્દે ફેરવી તોળ્યું હતું. સામાન્ય રીતે યુઘ્ધ થાય ત્યારે સેના હુકમના સૈનિકો કેટલા માર્યા તેની ગણતરી કરતું હોતું નથી. આવા દેશદાઝી જેવા મુદ્દાઓ પ્રશ્ર્નાર્થો ઉભા કરવાની કોંગ્રેસની ચેષ્ટાને લોકસભા ચૂંટણીમાં ભારતવાસીઓએ આકરો જવાર આપીને મોદી સરકારને ફરીથી સત્તા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.