સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષકનું સરપ્રાઈઝ ચેકિંગ: તમામ સ્ટાફને કડક સુચના

111

સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનાં ઘસારાને પહોંચી વળવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક કામગીરી થાય છે. ઘણી ખરી રહેતી અડચણોને દુર કરવા આજરોજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ ખુદ સરપ્રાઈઝ ચેકિંગ કરી સ્ટ્રેચર સાથે સર્વન્ટને મોકલવાની કડક સુચનાઓ નર્સીંગ સ્ટાફને આપી હતી.

સાથે પીઆઈયુ ટીમને સાથે રાખી રોડ રસ્તા સરખા કરવા માટે કામગીરીની ચર્ચા કરી હતી. દર્દીઓને સરખી સારવાર મળે અને સાથે તકલીફ ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે અધિક્ષકે સુચનાઓ ફાળવી હતી.

Loading...