સુરેન્દ્રનગર: ભરતી કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસની બાઇકરેલી

તાત્કાલીક ભરતી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની ચીમકી: મામલતદારને રજૂઆત

ગુજરાતમાં અટકી પડેલી ભરતી બાબતે તેમજ રાજ્યના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોના સમર્થનમાં પીપળાવાળા ચોકથી મામલતદાર કચેરી સુધી સોસીયલ ડિસ્ટન્સનું પાલન સાથે યુથ કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મામલતદારને રજુઆત કરવામાં આવેલ કે રાજ્યમાં વિવાદિત જી.આરના કારણે અટકી પડેલી ભરતીઓ પુન: શરૂ કરવામાં આવે તેમજ શિક્ષિત બેરોજગાર ઉમેદવારને ન્યાય આપવામાં આવે.

આ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી સરકારને આંદોલનો કરી રહ્યા છે પરંતુ રાજ્યની સુતેલી સરકાર જાગવાનું નામ નથી લઇ રહી ત્યારે આ બાબતે આવેદન પાઠવવામાં આવેલ હતુ. આ સમગ્ર કાર્યક્રમ સુનિલભાઈ એમ.ભરવાડ (પ્રમુખ ચોટીલા વિધાનસભા યુથ કોંગ્રેસ) તેમજ યશપાલસિંહ પરમાર (મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસ)ની આગેવાની હેઠળ કરવામાં આવેલ જેમાં શિક્ષિત બેરોજગાર ઉમેદવારો પણ જોડાયા હતા.

આ આગેવાનો એ જણાવ્યું કે જો શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની માંગ સંતોષવાના નહિ આવે તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવેલ છે.

Loading...