Abtak Media Google News

સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર મીનરલ વોટર બનાવતા એકમમાંથી ફૂડ વિભાગની ટીમે વર્ષ ૨૦૧૫માં દરોડા પાડીને પાણીના લીધા હતા. નમૂના ફેઇલ થતા કેસ દાખલ કરાયો હતો. જે કેસ તાજેતરમાં ચાલી જતા અધીક કલેકટરે પાણીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ થતા રૂપિયા ૨૫ હજાર અને મીસ બ્રાન્ડેડ થતા રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે.

સુરેન્દ્રનગર શહેરમાં મીનરલ વોટરના પ્લાન્ટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે મીનરલ વોટર યોગ્યતા મુંજબનું હોવાની રાવ ઉઠતા વર્ષ ૨૦૧૫માં ફૂડ વિભાગના ઇન્સપેકટર ભાવિકાબેન પટેલ સહિતનાઓએ રાજકોટ હાઇવે પર આવેલ ધ્યેય મીનરલ વોટરના પ્લાન્ટમાંથી બ્રાવો બ્રાન્ડ પેકેજડ ડ્રીકીંગ વોટરની ૨૦૦ મીલી બોટલના પાણીના નમૂના લીધા હતા. નમૂના સરકારી લેબમાં પૃથ્થકરણ દરમીયાન ફેઇલ થયા હતા. ઉપરાંત બોટલ પર લોટ નંબર, બેચ નંબર, કોડ નંબર, એમઆરપી સહિતની વિગતો હોવાથી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. કેસ તાજેતરમાં અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યા સમક્ષ ચાલી ગયો હતો. જેમાં પાણીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ થતા એકમના માલીક અને જોરાવરનગરમાં રહેતા કમલેશભાઇ જોશી અને ભાવીન દેવશંકર જોશીને દંડ ફટકારતો ચૂકાદો અપાયો છે. જેમાં પાણીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ થતા રૂપિયા ૨૫ હજાર અને મીસ બ્રાન્ડેડ હોવાથી રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.