Abtak Media Google News
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ છ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને રોજ અંદાજે બે થી ત્રણ કોરોના પોઝીટીવ કેસો જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ એલઆઈસી સોસાયટીમાં રહેતાં ૩૮ વર્ષના પુરૃષ અને રતનપર વાલ્મીકીવાસમાં રહેતાં ૨૪ વર્ષના યુવકને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ..
જ્યારે પ્રાથમિક તપાસમાં બંન્ને દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૮૬ ઉપર પહોંચ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં એક સાથે છ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં જઈ સ્થાનિક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.
ત્યારે બીજી તરફ વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ એક ૨૪ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા લીંબડીમાં પણ કોરોના વિશે ભય ફેલાઈ જવા પામ્યો છે બીજી તરફ વાત કરીએ તો ફરી એક વખત લીંબડીમાં ખારા વાસ વિસ્તારમાં રહેતા મહિલાનું કોરોના ચેકઅપ કરવામાં આવતા આ મહિલા પણ કોરોના સંક્રમણ ભરડામાં આવી ચૂક્યા હતા અને તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે..
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના દરબારી બગીચા વિસ્તારમાં વસવાટ કરતા 26 વર્ષીય યુવાન ને કોરોના ના લક્ષણો દેખાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ગઈકાલ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ૨૬ વર્ષીય યુવાનને તાત્કાલીક સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..
ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લા ના શહેરી વિસ્તારોમાં કોરોના નો પોઝીટીવ કેસ સામે આવીયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની 80 ફૂટ રોડ ઉપર આવેલ સોસાયટીમાં વસવાટ કરતા ૫૧ વર્ષ ના યુવાન નો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રકારે કોરોના વિશે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ યુવાનને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વૃદ્ધા ની તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે કોરોના ની સારવાર લઈ રહેલ વૃદ્ધાની તબિયત અચાનક લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અને ઉંમર વધારે હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ માં વેન્ટિલેટર ની પણ સગવડ ન હોવાના કારણે તાત્કાલિક અર્થે આ વૃદ્ધા ને કોરોના પોઝિટિવ આવતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે…

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી ના કોરોના નો બોમ્બ વધુ છૂટછાટ બાદ ફૂટયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ૮૬ પહોંચવા પામ્યો છે ત્યારે વાત કરીએ તો જિલ્લામાં એક પ્રકારે છૂટછાટ નાબાદ સતત જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે તેને ખાસ કરી કોરોના સંક્રમણનો ખતરો ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે જિલ્લામાં વધતા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ પ્રસાસન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.