સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિીથી પાકને થયેલા નુકસાન માટે રૂ ૨૭ કરોડની સહાય મંજુર

70

રાજય સરકાર દ્વારા ખેડુતોને અપાઈ મોટી રાહત: પાકવીમાનું વળતર ખેડુતોને કંપની તરફથી અલગ મળશે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટી બાદ પાકને થયેલા નુકસાનનું વળતર લેવા માટે દોડધામ કરી કચેરીના ચક્કર કાપી રહ્યા છે. ત્યારે કોને કેટલી અને કેવી રીતે સહાય મળશે તે બાબતે ખેડૂતો અવઢવમાં છે. આવા સમયે રાજય સરકારે જિલ્લાના ખેડૂતોને વરસાદને કારણે જે પાકને નુકસાન થયુ છે તેના વળતર માટે રૂ.૨૭ કરોડની રકમની ફાળવણી કરી છે. થોડા દિવસોમાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.

જિલ્લાના ખેડૂતોને અનાવૃષ્ટી તો કયારેક અતીવૃષ્ટીનો સામનો કરવો પડે છે. ચાર પાંચ વર્ષમાંથી એકાદ બે વર્ષ જ સમયસર અને યોગ્ય વરસાદ પડવાને કારણે ખેડૂતો ધારી ઉપજ લઇ શકે છે. વરસાદની અનીયમીતતાને કારણે ખેડૂતોને મોટો આર્થીક ફટકો પડતો આવ્યો છે. ચાલુ વર્ષે પાકના વીમા લીધેલા ખેડૂતો વીમા કંપની પાસે હક્કના નાણા લેવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે સરકારે જિલ્લાના ખેડૂતોને નુકસાનીના વળતર માટે રૂ.૨૭ કરોડની રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી ચુકવવાનો નિર્ણય કર્યો છે તે ખાતામાં જમા થઇ જશે તેમ કલેકટર કે.રાજેશે જણાવ્યુ હતું.

ચુડા તાલુકામાં ૨૬૪૯ ખેડુતોને રૂ.૧૬,૬૨,૩૬૬, ચોટીલા તાલુકામાં ૪૧૬૩ ખેડુતોને રૂ. ૨,૧૪,૭૩,૩૭૦, થાનમાં ૯૧૩ ખેડુતોને રૂ.૪૦,૪૪,૦૫૨, દસાડામાં ૧૮૦૩ ખેડુતોને રૂ.૪,૧૬,૪૨,૬૦૬, ધ્રાંગધ્રામાં ખેડુતોને ૮૦૩૯ ખેડુતોને રૂ.૨,૧૮,૭૮,૫૪૧, મુળીમાં ૪૬૭૮ખેડુતોને રૂ.૨,૮૧,૨૯,૧૯૧, લખતરમાં ૩૩૮૫ખેડુતોને રૂ.૫,૦૮,૨૪,૧૨૯, લીંબડીમાં ૪૫૩૦ખેડુતોને રૂ.૫,૫૦,૨૮,૪૩૦, વઢવાણમાં ૬૫૧૮ખેડુતોને રૂ.૧,૭૨,૩૩,૩૨, સાયલામાં ૬૫૧૮ખેડુતોને રૂ.૧,૭૨,૩૩,૨૩, સાયલામાં ૨૯૮૭ખેડુતોને રૂ.૧,૮૨,૦૦,૨૫૯ આમ કુલ ૪૨,૭૭૧ખેડુતોને રૂ.૨૬,૬૦,૮૩,૩૨૬ની સહાય મળશે. સપ્ટેમ્બર માસમાં ખેતરોમાં પાણી ભરાઇ જવાથી થયેલા નુકશાનની આ રકમ હાલ ખેડૂતોના ખાતામાં જમા થનાર છે. આ વીમાની રકમ નથી. ખેડૂતોને વીમા કંપની દ્વારા અલગથી રકમ અપાશે. જે ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે.

Loading...