Abtak Media Google News

પડતર માંગણીઓ ન સ્વીકારાતા રોષની લાગણી

મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની દર્દીઓની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ ના પડતર પ્રશ્નોની માંગણી સી.યુ.શાહ મેડિકલ  કોલેજ  ના ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવતા હાલમાં મેડિકલ સ્ટાફ માં અને નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે આ બાબતે તારીખ ૫ જાન્યુઆરી ના રોજ પડતર પ્રશ્નો નહિ સ્વીકારવામાં આવે તો મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ ફરજ નર્સિંગ તરીકે મેડિકલ કોલેજમાં બનાવવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી તે છતાં પણ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા આજથી ૨૧ જાન્યુઆરી ના રોજ વહેલી સવારથી જ મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.  નર્સિંગ તરીકે ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ ની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા પણ મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી માગણીઓ નહીં સ્વીકારવાના માં આવે ત્યાં સુધી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને દર્દીઓ નો ઈલાજ કરવામાં આવશે તેવું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.