Abtak Media Google News

સુરતનું હદય મુંબઇમાં ધબક્યું

 આજે વર્લ્ડ હાર્ટ ડે છે. ત્યારે હાર્ટ ડોનેશનમાં અવ્વલ રહેલા સુરતમાંથી છેલ્લા 34 મહિનામાં 20 હ્રદયના દાન કરવામાં આવ્યાં છે. ત્યારે વિશ્વ હ્રદયદિવસ એટલે કે આજે એક બ્રેઈનડેડ મહિલાના હાર્ટ સાથે ઓર્ગન ડોનેશનથી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ મહિલાનું હ્રદય મુંબઈની શ્રધ્ધા કનોજીયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લગ્નના 6 મહિનામાં જ ફિનાઈલ પીને આપઘાત કરનાર મહિલાના અંગદાનનો પણ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

કપિલ રોબિન (મૃતક સોનાલીનો પતિ)એ જણાવ્યું હતું કે, 30 એપ્રિલ 2018ના રોજ તેઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. રક્ષાબંધનના પર્વ ને લઈ પિયર ગયેલી સોનાલીએ 24મી એ બપોરે ઘરમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સોનાલીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં 28મી ની મોડી સાંજે સોનાલીનું મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.