Abtak Media Google News

રાજકોટના પૂર્વ ડીડીઓ ધવલ પટેલે સ્માર્ટફોન વાપરવાનું બંધ કર્યાનું જાહેર કર્યું

વોટસએપ, ટવીટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા બંધ કરી રહ્યો છું, એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા મારો સંપર્ક સાધવો: ડો.પટેલ

મોબાઈલ અને ઈન્ટરનેટના વલણને કારણે વાયરલ વાયરસ બની રહ્યું છે. ઈન્ટરનેટ અને સ્માર્ટફોન કાયમી જરૂરીયાત બની ચુકયું છે. ભાજપ સરકાર પણ કેન્દ્ર તેમજ રાજય લેવલે ડિજિટલ ઈન્ડિયાના કેમ્પેઈન ચલાવી રહ્યા છે ત્યારે સુરતના જિલ્લા કલેકટર અને રાજકોટના પૂર્વ ડીડીઓ ડો.ધવલ પટેલે તમામ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ બંધ કર્યા હોવાનું જાહેર કર્યું હતું.

જેમાં તેમણે અંગત કારણોસર સાદો મોબાઈલ વાપરવાનું શરૂ કર્યા હોવાનું જણાવતા કહ્યું હતું કે, હું મારો વોટસએપ, ટવીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરી રહ્યો છું પણ ફોન કોલ, એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહીશ. ડો.ધવલ પટેલ રાજય સરકારના પહેલા આઈએએસ અધિકારી છે જેણે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

નોંધનીય છેકે ગુજરાત રેવેન્યુ ડિપાર્ટમેન્ટે રાજયના તમામ જિલ્લા કલેકટરોને ટવીટર એકાઉન્ટ દ્વારા લોકોની ફરિયાદોને ઉકેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તો કાર્યકરો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોથી જ પણ જનસંપર્ક સાધતા હોય છે. ગત વર્ષે ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ રાજયના જિલ્લા કલેકટરોને ટ્વિટર ઉપર એકટીવ રહેવાની ગાઈડલાઈન આપી હતી. ડો.ધવલ પટેલે કહ્યું હતું કે, મેં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પર્સનલ કારણોસર કર્યા હોવાનો નિર્ણય લીધો છે પરંતુ એનો કોઈ પર્સનલ પ્રોબલેમ સાથે કોઈ સંબંધો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.