Abtak Media Google News

ચાર ગોલ્ડ મેડલ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે કવોલીફાઇ

દ્વારકા તાલુકાના સુરજકરાડી નામના નાનકડા એવા ગામની મુસ્કાન મકરાણીએ નાની ઉમરે મોટી સિઘ્ધિ હાંસિલ કરતા હરીયાણા તેમજ દેહરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ચાર ચાર ગોલ્ડ મેડલો સાથે રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની છે. સાધારણ મુસ્લીમ પરિવારમાં જન્મેલી મુસ્કાનના પિતા ડ્રાઇવીંગનો બીઝનેસ કરે છે. મીઠાપુર હાઇસ્કુલમાં અભ્યાસ કરતી મુસ્કાન ભણવામાં હોંશીયાર છે. બે માસ પહેલા રાજય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ચાર ચાર ગોલ્ડ મેળવ્યા બાદ તાજેતરમાં હરિયાપા અને દેહરાદુનમાં યોજેલ કરાટે સ્પર્ધામાં પણ ચાર ચાર ગોલ્ડ સાથે આગામી સમયમાં મલેશીયા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધા માટે પણ કવોલીફાઇટ થઇ છે જયાં મુસ્કાન ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.