Abtak Media Google News

નિકાહ હલાલ, મુતાહ અને મીસ્યારની શરતોને લઇ સુપ્રીમ હરકતમાં

થોડા સમય પહેલા ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ વડી અદાલતે હવે બહુ પત્નીત્વ અને નિકાહના નિયમોની વિસંગતતાનો મામલો હાથમાં લીધો છે. વડી અદાલતે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને લો-કમિશનને નોટિસ ફટકારી વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલકર અને ડી.વાય.ચંદ્રચુડ બહુ પત્નીત્વ અને નિકાહ હલાલા મુદ્દે સુનાવણી કરવા તૈયાર થયા છે. બહુ પત્નીત્વ એ એકી વધુ મહિલાને પરણવાની પ્રથા છે. જયારે નિકાહ હલાલાએ છુટાછેડાને અંકુશમાં રાખવાની પ્રથા છે. આ પ્રા હેઠળ પરણીત પુરુષ તેની પત્નીને ફરીથી ત્યારે જ પરણે જયારે તે અન્યને પરણવાની, તે લગ્ન જીવનનો ભોગવટો કરવાની, તે લગ્ની છુટાછેડા લેવાની અને અલગાવ જેવી પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકી હોય.

સુપ્રીમ કોર્ટ સુનાવણીમાં મુતા વિવાહ ઉપર પણ ધ્યાન આપશે. આ એક એવી પ્રથા છે જેના હેઠળ પતિ-પત્ની એક કોન્ટ્રાકટ હેઠળ એકબીજા સો રહે છે. આ કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ લગ્ન આપો આપ રદ્દ થઈ જાય છે. આ પ્રકારની પ્રથામાં મહિલાને પતિની સંપતિમાં કોઈ હકક રહેતો નથી. જીવન નિર્વાહ માટે પતિ પાસેથી વળતર માંગી શકતી નથી. સામાન્ય પ્રકારના નિકાહમાં આ તમામ હકક મળતા હોય છે.

વડી અદાલત આ ઉપરાંત નિકાહ મિશયાર ઉપર પણ ચુકાદો આપે તેવી શકયતા છે. આ પ્રા હેઠળ પતિ અને પત્ની વચ્ચે લગ્નના હકોનું ફરીથી બંધારણ થાય છે. જેમાં પત્નીની જવાબદારી ઘર સંભાળવું અને પૈસાનો વ્યવહાર કરવાનો હોય છે. જયારે પતિને ઘરનો નિભાવ કરવો પડે છે. સર્વોચ્ચય અદાલતે કેન્દ્ર સરકાર અને કાયદાપંચોને નોટિસ જારી કરી છે અને બહુપત્નીત્વ થતા નિકાહ હલાલા નાબૂદ કરવા માંગણી કરતી કેટલીક અરજીઓ વિશે તેઓને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ સુનાવણી બંધારણીય બેંચ કરશે. અત્યાર સુધી આ બંન્ને મુદ્દે કોર્ટમાં ચાર અરજીઓ કરવામાં આવી છે. જેના પર સુનાવણી ચાલુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.