લવ જેહાદ કાયદાનો તત્કાલ અમલ રોકવાથી સુપ્રીમનો ઈનકાર: બંધારણીય સમીક્ષા બાદ લેવાશે નિર્ણય

કાયદાનો તત્કાલ અમલ રોકવા અદાલતમાં ઘા નખાઈ છે

લવ જેહાદને રોકવા માટે બનાવાયેલા કાયદાને રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન વિવાદાસ્પદ કાયદાની સમીક્ષા કરવા કોર્ટે દસહમતી આપી છે. જોકે કોર્ટે તાત્કાલીક અસરથી એ કાયદાની જોગવાઈઓને રોકવાનો ઈન્કાર કર્યો હતો. લવ જેહાદને રોકવા બનાવવામાં આવેલા કાયદા રદ કરવા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી આ અરજી વિશે સુપ્રીમમાં આજે સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉતરપ્રદેશ અને ઉતરાખંડમાં આંતર ધાર્મિક વિવાહના નામ પર ધર્માતરણ રોકવા માટે બનાવાયેલા વિવાદાસ્પદ કાયદાની સમીક્ષા કરવા સહમતિ બતાવી હતી.

સુપ્રીમક કોર્ટે લવજેહાદ સંલગ્ન અધ્યાદેશને લઈ ઉતર પ્રદેશ અને ઉતરાખંડ સરકારને નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલીસીટર જનરલે જણાવ્યું હતુ કે આ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનાવણી થઇ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે અરજી કર્તાને હાઈકોર્ટજવાના બદલે સીધા સુપ્રીમમાં અરજી કરવા સામે વાંધા વ્યકત કરી આમ કરવા માટેનું કારણ પૂછયું હતુ. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આ આદેશોને તાત્કાલીક રોકવા માંગ કરી હતી. અરજીકર્તાએ જણાવ્યું હ્તુકે આ કાયદાની આડમાં આંતરધર્મ લગ્ન કરવાવાળા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને લોકોને લગ્નમાથી ઉઠાવી જવાય છે.

શુ છે મામલો?

તમને એ જણાવીએ કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ સરકારે ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા એક જોગવાઈને મંજૂરી આપી હતી કોઈનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવું, લાલચ આપી લગ્ન કરવા કે લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવનારાને કડક સજા અને દંડની જોગવાઈ કરાઈ છે.ઉતર પ્રદેશ બાદ મધ્યપ્રદેશે પણ આવોજ એક આદેશ બહાર પાડયો હતો અને આ માટે પાંચ લાખનો દંડ અને દશ વર્ષની કેદની જોગવાઈ કરી છે.ઉતરાખંડ સહિત અન્ય કેટલાક ભાજપ શાસિત રાજયોમાં આવા કાયદા લાવવા માટે ચર્ચા થઈ રહી છે. જોકે કેટલાય વિપક્ષો સમાજના અલગ અલગ વર્ગોએ તેનો વિરોધ પણ કર્યો છે.

Loading...