Abtak Media Google News

દેશમાં ટોળા દ્વારા થતી હિંસાના કેસોમાં તાત્કાલીક એફઆઈઆર દાખલ કરી, ફાસ્ટટ્રેક સુનાવણીથી ૬ મહિનામાં નિકાલ કરો: વડી અદાલત

છેલ્લા ઘણા સમયી ટોળા દ્વારા કાયદો હાથમાં લેવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા કેસમાં કડક સજાની જોગવાઈની હિમાયત વડી અદાલતે સરકારને કરી છે. આ સ્થિતિ વચ્ચે વડી અદાલતે કાયદો અને વ્યવસને લઈને સરકારની ઝાટકણી કાઢી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે, ટોળાશાહીને ક્યારેય સાખી નહીં લેવાય. સરકાર આવા ટોળાઓની સામે કડક પગલા લે અને વિશેષ કાયદાની જરૂર પડે તો તેને પણ સંસદમાં ઘડે તેવું સુપ્રીમે કહ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, એ.એમ.ખાનવીલકર અને ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું છે કે, ટોળાઓ દ્વારા થતી નિર્દોષની હત્યાઓને કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરવા કોઈપણ પગલા ભરીને ટોળાશાહીને અટકાવવામાં આવે. તાત્કાલીક ધોરણે ગૌરક્ષાના નામે થતી હત્યાઓ તથા ટોળાઓ દ્વારા થતી અન્ય હિંસાઓને રોકવા પગલા ભરવામાં આવે તેવું પણ કોર્ટે કહ્યું છે.

સુપ્રીમે વધુમાં કહ્યું કે, અરાજકતા અને અફરા-તફરીના માહોલમાં સરકારની ફરજ છે કે નાગરિકને આપેલા બંધારણીય વચનોનું રક્ષણ કરે. હિસાને સામાન્ય જીવનનો ભાગ કયારેય બનવા દેવો દેશમાં મોબ લીન્ચીંગ એટલે કે ટોળાઓ દ્વારા થતી હિંસાની અટકાવવાની જરૂર છે. દરેક જિલ્લામાં એસ.પી. રેન્કના અધિકારીને ટોળા દ્વારા થતી હત્યાઓ રોકવા નોડલ ઓફિસર બનાવવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમે કહ્યું કે, જયાં હિંસાની શકયતાઓ હોય તેવા સ્થળ અને હિંસા કરનારા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવે, હિંસક બનેલા ટોળાને વિખેરવાની જવાબદારી ત્યાંના સનિક પોલીસ અધિકારીની છે. સરકાર ટીવી, રેડીયો અને અખબારો સહિતના માધ્યમોી જનજાગૃતિ ફેલાવે. સોશ્યલ મીડિયા કે અન્ય રીતે ફેલાવાઈ રહેલા સંદેશા, વિડિયોને રોકવા જરૂરી પગલા લેવા. ટોળા દ્વારા થતી હિંસાના કેસમાં તાત્કાલીક એફઆઈઆર દાખલ કરી ફાસ્ટટ્રેક સુનાવણી કરી ૬ મહિનામાં નિકાલ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.