Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ ફોનને આધાર સાથે લિન્ક કરાવવાની અનિવાર્યતાને અનિશ્ચિત સમય માટે ટાળી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ બાબતમાં ચુકાદો આવ્યા સુધીમાં આધાર લિન્ક કરાવવાનું અનિવાર્ય નહિ હોય.ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એવું પણ જણાવ્યું કે આ બાબત અદાલતના વિચારણાધિન છે ત્યાં સુધી સરકાર ફરજિયાત આધાર લિન્કિંગ માટે લોકોને મજબૂર ન કરી શકે.

Aadhaar Card Imageસર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે પાસપોર્ટ ઇશ્યુ કરવા માટે પણ આધાર ફરજિયાત નહિ ગણાય. જોકે, તે આધાર એક્ટની કલમ 7 હેઠળ આવતી સર્વિસીસ અને સબસિડીઝને આ બાબત લાગુ નહિ પડે.

Images 1

સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે આધાર લિન્કિંગ માટે 31 માર્ચની અંતિમ સમયમર્યાદાને લંબાવવા વિચારી શકે છે. સરકારને કરદાતાઓ માટે આધાર અને પાન નંબર ફરજિયાત ક્વોટ કરવા માટેની ડેડલાઇન નવેમ્બરમાં લંબાવીને 31 માર્ચ, 2018 કરી હતી.

How To Apply For Aadhar

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.