Abtak Media Google News

૧૦૯ રનના સામાન્ય ટાર્ગેટને સીએસકેએ ૧૭.૧ ઓવરમાં ૩ વિકેટે પાર કર્યો: ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ફરી ટોચના ક્રમે

ક્રિકેટના સુપર કિંગ ગણાતા માહીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ૧૨માં મંગળવારે પોતાની ‘કિંગ સાઈઝ’ ટીમની મદદથી કોલકતા નાઈટ રાઈડર્સને જમીનદોસ્ત કર્યું હતું. કોલકતાની ટીમે પહેલા રમતા ૯ વિકેટે ૧૦૮ રન બનાવ્યા હતા. આ ટીમનો ચેન્નઈ સામે સૌથી ઓછો સ્કોર રહ્યો હતો.

આ પહેલા ૨૦૧૦માં કોલકતાએ ચેન્નઈ સામે ૧૦૯ રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસના અણનમ ૪૫ રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ૧૨ની ૨૩મી મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને ૬ વિકેટે પરાજય આપ્યો. એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કેકેઆર એ ચેન્નઈ વિરુદ્ધ ૧૦૯ રનનો સામાન્ય ટાર્ગેટ મુકયો હતો. જેને સીએસકે એ ૧૭.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવતા પાર કર્યો હતો. આ વિજય સાથે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ફરી ટોચના ક્રમે આવી ગઈ હતી.

૧૦૯ રનના સાધારણ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત અપેક્ષાપૂર્વક નહોતી રહી. ૧૮ રનના સ્કોર ઓપનર સેન વોટ્સનની ૧૭ રને વિકેટ પડી ત્યારે ૩૫ રનના સ્કોરે સુરેશ રૈના ૧૪ ગુમાવતા મેચ રોમાંચક થશે પરંતુ અંબાતી રાયડુ અને ફાફડુ પ્લેસીસે બાદમાં બાજી સંભાળી લીધી હતી. બન્નેએ ખૂબજ શાંતિથી બેટીક કરી ચેન્નઈને વિજય નજીક લઈ ગયા હતા. તેમણે ૪૬ રનની ભાગીદારી કરી હતી. ૮૧ રનના સ્કોરે રાયડુની વિકેટ પડી હતી. ત્યારે મેચ લગભગ સીએસકેના હાથમાં આવી ગઈ હતી અને આખરે તેણે ૧૭.૧ ઓવરમાં ૭ વિકેટે વિજય મેળવી લીધો હતો.

અગાઉ ચેન્નઈએ ટોસ જીતી કેકેઆરને બેટીંગ આપી હતી. ધોનીનો આ નિર્ણય એકદમ સાચો સાબીત થતાં ચેન્નઈના બોલર્સ, કોલકત્તાના ટોપ અને મીડલ ઓર્ડરને વેર-વિખેર કરી નાખ્યો હતો. માત્ર રસેલે ૫૦ રન કર્યા બાદ કોઈ બેટ્સમેન કોઈ ખાસ સ્કોર કર્યો ન હતો.

૧૪મી મેથી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ પ્રારંભ

Spl

સૌરાષ્ટ્રના ક્રિકેટરસીયાઓ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ ૧૪મી મેથી ૨૨ મે સુધી ચાલનાર છે. જેનુ લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ ચેનલ અને હોટસ્ટાર પર થશે. આ ટૂર્નામેન્ટ ફોર્મેટ અને ખાસ તો આઈપીએલ ફોર્મેટને ખૂબજ ફળશે. સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટે ઐતિહાસિક આ ટૂર્નામેન્ટ બની રહેશે.

જેના માટે ટીમ સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હિરો, ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરીયસ રહેશે. એસપીએલની પહેલી સીઝન માટે ૧૧ મેચો રમાશે. જેની ફાઈનલ મેચ ૨૨મી મેના રોજ યોજાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.