Abtak Media Google News

સુકાની જયદેવ ઉનડકટ સતત બીજા મેચમાં મેન ઓફ ધ મેચ સૌરાષ્ટ્ર રેલવેઝને એક ઈનિંગ અને ૯૦ રને આપ્યો પરાજય

વિશાખાપટ્ટનમ્ રેલવે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફિના ચાર દિવસીય મેચમાં સૌરાષ્ટ્રે બોન્સ પોઈન્ટ સાથે હિમાચલ પ્રદેશ સામે શાનદાર વિજય મેળવ્યો છે. બન્ને દાવમાં મળીને ૧૦ વિકેટ ખેડવનાર સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ સતત બીજી વખત મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રે રેલવેઝને એક ઈનિંગ અને ૯૦ રને કારમો પરાજય આપી સતત બીજો વિજય હાંસલ કર્યો છે.

વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફિ ગ્રુપ-બીના બીજા મેચમાં રેલવેઝની ટીમે પ્રથમ દાવમાં ૨૪૮ રન બનાવ્યા હતા. જેની સામે સૌરાષ્ટ્રે પોતાના પ્રથમ દાવમાં અર્પિત વસાવડાના શાનદાર ૧૩૪ રન, ચેતેશ્ર્વર પૂજારાના ૨૯ રન અને ડી.એ.જાડેજાના ૬૬ રનની મદદથી પ્રથમ દાવમાં ૯ વિકેટે ૪૭૯ રન બનાવી પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ૨૩૧ રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી રેલવેઝની ટીમનો પ્રારંભ ખુબજ ખરાબ થયો હતો. રેલવેઝની ટીમે બીજા દાવમાં પોતાની પ્રથમ વિકેટ ૮ રન ગુમાવી હતી. ત્રીજા દિવસના રમતના અંતે રેલવેઝનો સ્કોર ૨૭ રન એક વિકેટના ભોગે હતો. આજે મેચના અંતિમ દિવસે પરાજય ખાળવા માટે રેલવેઝના બેટ્સમેનોએ ખુબજ સંઘર્ષ કર્યો હતો. જો કે, સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટની આગઝરતી બોલીંગનો સામનો કરવામાં રેલવેઝના તમામ બેટ્સમેન વામળા પુરવાર થયા હતા. રેલવેઝનો બીજો દાવ ૧૪૧ રનમાં સમેટાઈ જતાં સૌરાષ્ટ્રનો ૯૦ રન અને એક વિકેટે શાનદાર વિજય યો હતો. એક ઈનિંગી પરાજય આપતા સૌરાષ્ટ્રને એક બોનસ પોઈન્ટ પ્રાપ્ત યો છે. આમ બે મેચમાં સૌરાષ્ટ્રની ટીમે વિજય મેળવી ૧૩ પોઈન્ટ અંકે કરી લીધા છે. પ્રથમ દાવ અને બીજા દાવમાં મળીને કુલ ૧૦ વિકેટો હાસલ કરનાર જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પૂર્વે પ્રમ મેચમાં પણ સૌરાષ્ટ્રની ટીમે હિમાચલ પ્રદેશને પરાજય આપ્યો હતો.

સૌરાષ્ટ્ર હવે પછી પોતાનો ત્રીજો રણજી ટ્રોફિ મેચ ઉત્તરપ્રદેશ સામે ૨૫ થી૨૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત ગ્રાઉન્ડ ખાતે રમશે. હાલ બન્ને મેચમાં વિજય સાથે સૌરાષ્ટ્ર પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. ઉત્તરપ્રદેશ સામેનો મેચ ઘર આંગણે જ રમાવાનો હોય સૌરાષ્ટ્રને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.