સુપર કિંગ્સ પ્લેઑફમાંથી બહાર થવાની ઘડી!!!

સમય-સમય બલવાન હૈ!!!

હેલિકોપ્ટર શોટના માસ્ટરને દડો દૂર કારવાના ફાંફા!!!: ૨૦ ઓવરમાં  ચેન્નઇ ફક્ત ૧૨૫ રન જ કરી શક્યું!!!

આઇપીએલની ૧૩મી સીઝન દુબઇ ખાતે રમાઈ રહી છે. ત્યારે ગઈ કાલે રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચે મેચ  રમાણી હતી. જેમાં ચેન્નઈની હાર થઈ હતી. રાજસ્થાન સામેની મેચમાં ચેન્નઈની હાર થવાથી ચેન્નઈ પ્લેઑફ માથી બહાર થવાની ઘડી નજીક આવી ગઈ છે. “સમય સમય બલવાન” કહેવત ચેન્નઈ માટે સાચી ઠરતી હોવાનું લાગી રહ્યું છે. એક સમયનું ચેન્નઈ કે જેની બોલ બાલા સમગ્ર આઇપીએલ દરમિયાન રહેતી હતી. મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, બ્રાવો, રાયડુ, વોટસેન, ડુ પ્લેસીસ, જેવા  ક્રિકેટના ખેરખાઓની દરેક સીઝનમાં બોલ બાલા રહેતી હતી. ૧૨ સીઝનમાં ૩ વખત ચેમ્પિયન બની ચુકેલી ચેન્નઈ મોટા ભાગની સીઝનમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે.

એક સમયે ચેન્નઈનો દબદબો આઇપીએલમાં રહેતો હતો પરંતુ આઈપીએલની ૧૩મી સીઝન ચેન્નઈ માટે ખરાબ રહી છે. સિઝનની શરૂઆતથીજ ચેન્નઈ ફોમમાં રહી નથી. સિઝનની ૯ મેચ ચેન્નઈ રમી ચૂક્યું છે જેમાંથી માત્ર ૩ મેચજ જીતી શક્યું છે. ત્યારે ચેન્નઈ પ્લે ઑફ માંથી બહાર થવાના એંધાણ મંડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હેલિકોપ્ટર શોર્ટ મારનાર મહેન્દ્ર સિંહ ધોની રાજસ્થાન સામેની મેચમાં દડો દૂર સુધી મારી પણ શકતો નહોતો. ચેન્નઈ ની ટીમ માનસિક રીતે હારિ ચુકી હોય તેવો મેચ દરમિયાન  દેખાવ કર્યો હતો. ૨૦ ઓવરમાં ચેન્નઈ ફક્ત ૧૨૫ રન જ કરી શક્યું હતું. આઇપીએલ ૨૦૨૦ની ૩૭મી મેચમાં રાજસ્થાન રોયલ્સે અબુ ધાબી ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સને ૭ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપરકિંગ્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ગુમાવીને ૧૨૫ રન કર્યા હતા. જ્યારે તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ૧૭.૩ ઓવરમાં જ ટાર્ગેટ પૂરો કર્યો હતો. આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ્સ ટેબલમાં આઠમાથી પાંચમા ક્રમે આવી ગયું છે. જ્યારે ચેન્નાઈ સાતમાથી આઠમા ક્રમે જતું રહ્યું છે.  ચેન્નઈ સામેનો ટાર્ગેટ પૂરો કરવા  રાજસ્થાનની શરૂઆત નબળી રહી હતી. રાજસ્થાનએ  ૨૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે પછી વિકેટકીપર જોસ બટલરે કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે બાજી સંભાળી હતી. બટલરે પોતાના આઇપીએલ કરિયરની ૧૧મી ફિફટી ફટકારતા ૪૮ બોલમાં ૭૦ રન કર્યા હતા. જ્યારે સ્મિથ ૨૬ રને અણનમ રહ્યો હતો.

ચેન્નાઈ માટે દિપક ચહરે ૨ અને જોશ હેઝલવુડે ૧ વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સ દિપક ચહરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ૧૧ બોલમાં ૩ ફોરની મદદથી ૧૯ રન કર્યા હતા. તે પછી રોબિન ઉથપ્પા ૨ રને જોસ હેઝલવુડની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો હતો. જ્યારે ત્રીજા ક્રમે આવેલો સંજુ સેમસન શૂન્ય રને ચહરની બોલિંગમાં ડાઉન ધ લેગ ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. આઇપીએલમાં  પોતાની ૨૦૦મી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ ૨૮ રન બનાવ્યા હતા. ધોની સિવાય રવિન્દ્ર જાડેજાએ અણનમ ૩૬ અને સેમ કરને ૨૧ રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ ૧-૧ વિકેટ ઝડપી.

સેમ કરન શ્રેયસ ગોપાલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૨૫ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૨ રન કર્યા હતા. તે પછી અંબાતી રાયુડુ રાહુલ તેવટિયાની બોલિંગમાં કીપર સેમસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૯ બોલમાં ૨ ફોરની મદદથી ૧૩ રન કર્યા હતા. ફાફ ડુ પ્લેસીસ જોફરા આર્ચરની બોલિંગમાં  આઉટ થયો હતો. તેણે ૯ બોલમાં ૧ ફોરની મદદથી ૧૦ રન કર્યા હતા. તે પછી શેન વોટ્સન ૮ રને કાર્તિક ત્યાગીની બોલિંગમાં શોર્ટ-મિડવિકેટ પર રાહુલ તેવટિયાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૩ બોલમાં ૮ રન કર્યા હતા. ચેન્નઈએ ૧૦ ઓવારના અંત સુધીમાં ૫૬ રન કરી શક્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ૩૦ બોલમાં ૩૫ કર્યા હતા. જોફર અર્ચરએ ૨૦ રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારે શ્રેયાશ ગોપાલે ૧૪ રન આપીને ૧વિકેટ લીધી હતી.

રાહુલ તીવેટિયાએ ૧ વિકેટ લઈને ૧૮ રન આપ્યા હતા. જ્યારે કાર્તિક ત્યાગીએ ૩૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી. સેમ કરન ૨૫ બોલમાં ૨૨ રન કર્યા હતા. આઇપીએલ સીઝનમાં હર હમેશ દબદબો રાખતી ચેન્નઈ સુપર કિંગને દુબઈનું ગ્રાઉન્ડ ફળ્યુંન હોય તેવી સીઝન રહી છે. આઈઓએલની ૧૩મી સીઝનની શરૂઆત થીજ ચેન્નઈનો દેખાવ નબળો રહેતા પ્લેઑફમાં આવવાના ફાંફાં પડી રહ્યા છે.

Loading...