Abtak Media Google News

રણબીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની એક સાથે સ્મોકિંગ કરતી વાયરલ થયેલી તસવીરની હજી શાહી સૂકાઇ નથી ત્યારે વધુ એક બોલીવૂડ અભિનેતા-અભિનેત્રીની વાયરલ થયેલો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.

માહિરા અને રણબીર ન્યૂયોર્કમાં એક સાથે નજરે આવ્યા હતા ત્યારે હવે બોલીવૂડ અભિનાતા સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા એક સાથે બેઠેલા નજરે આવી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર સની અને ડિમ્પલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ બંને કલાકારો લંડનના રોડ પર બાંકડા પર બેઠેલા નજરે આવી રહ્યાં છે. એટલું જ નહીં આ બંને એકબીજાનો હાથ પકડેલા પણ જોઇ શકાય છે. આ નાના વીડિયોમાં ડિમ્પલ અને સની એક સાથે બેઠેલા છે અને વાતચીત કરતા નજરે આવી રહ્યાં છે. આ બંને સાથેનો આ વીડિયો કેઆરકેએ પણ ટ્વિટ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા પણ સની અને ડિમ્પલ લંડનમાં પોતાની ગાડીની રાહ જોતા નજરે આવ્યા હતા.

નોંધપાત્ર છે કે, હાલમાં પોતાની ફિલ્મ પોસ્ટર બોયઝ ની રિલીઝ બાદ સની દેઓલ લંડનમાં સપ્તાહનો વેકેશનનો પ્લાન બનાવ્યો હતો. આ બંનેના એક પ્રશંસકે લંડનના બસ સ્ટોપ પર તેમને જોયા અને આ વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. સની અને ડિમ્પલની જોડીએ ચેમ્પિયન, ગુનાહ, નરસિંહા, આગ કા ગોલા, અર્જૂન અન મંઝિલ મંઝિલ ફિલ્મોમાં પણ એક સાથે કામ કરતા નજરે આવી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.