Abtak Media Google News

સુનંદા પુષ્કર મોત કેસમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને આરોપી ગણી સમન્સ મોકલવું કે નહીં તે અંગે પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી કરી, પોતાનો ફેંસલો 5 જૂન સુધી સુરક્ષિત રાખ્યો છે.

દિલ્હી પોલીસે આ મામલે ચાર્જશીટમાં સુનંદાના પતિ શશિ થરૂરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્નીસાથે ક્રુરતાનો આરોપી બનાવ્યો છે. ગત દિવસોમાં થરૂરે ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવતા તેને પડકારવાની વાત કરી હતી. સુનંદા પુષ્કર દિલ્હીની એક લક્ઝરી હોટલમાં જાન્યુઆરી, 2014નાં રોજ મૃત મળી હતી.

વકીલે પોલીસની ચાર્જશીટ પર ઉઠાવ્યાં હતા સવાલ

થરૂરના વકીલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલની કોર્ટમાં કહ્યું કે, “સમજાતું નથી કે કેમ પોલીસ આત્મહત્યા માટે ઉત્સવવા અને પત્નીની સાથે ક્રુરતાનો મામલો બનાવી રહ્યાં છે. શું તેમના સોશિયલ મીડિયા પોસ્ટને મોતની પહેલાં નિવેદન તરીકે લઈ શકાય છે? સુનંદ પુષ્કરનું મોત ઝેરના કારણે થયું હતું.આ અંગે મેજીસ્ટ્રેટે કહ્યું કે બીજા પક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે આ મામલે પર્યાપ્ત પુરાવાઓ છે. આ અંગે 5 જૂને ફેંસલો સંભળાવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.