Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલીકા તેમજ ફંટલ ઓર્ગેનાઈઝેશન સેલ તેમજ કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરોથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ભાજપના અણધડ વહીવટ અને પેટ્રોલ ડીઝલ અને સી.એન.જી.ગેસ અને રાંધણ ગેસ સીલીન્ડરના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં સુરેન્દ્રનગર મેગા મોલ પાસે આવેલ વોરા પેટ્રોલ પંપ પાસે હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પર દવાઓ પર આરોગ્ય સેવા પર શિક્ષણ સેવા પર, પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસ અને રાંધણ ગેસ સીલીન્ડર અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા દેશની પ્રજાનું જીવન વ્યવહાર અને ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયેલ છે. ત્યારે આ મોંઘવારી સામે કોંગી કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.