Abtak Media Google News

મોરબીના જુના બસસ્ટેન્ડમાં સાતેક માસ પહેલા રાત્રીના સમયે ડ્રાઇવરે અચાનક એસટી બસ ચાલુ કરતા રમકડાં વેચી પેટિયું રડતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા આ આ મામલે દવાનો ખર્ચ ન મળતા અંતે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જુના બસટેન્ડમાં સાતેક માસ પહેલા રાત્રીના રવજીભાઇ ચકુભાઇ પરમાર જાતે-અનુ.જાતી ઉ.વ-૫૩ ધંધો-રમકડા વેચવાનો રહે-બીલીયાવાળાને અચાનક એસટી બસ ચાલુ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે રવજીભાઈએ  (૧) છત્રસીંહ મુળરાજસીંહ પરમાર તથા નં(૨) જયેન્દ્રસીંહ જુવાનસીંહ રાઠોડ રહે-બંન્ને મોરબી એસ.ટી.ડેપો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતે બસમાંથી ઉતરી રહ્યા હતા તે વખતે પોતાની મેળે મનસ્વી રીતે બેદરકારી થી બન્ને એ ઓચીંતા બસ ચાલુ કરી આંચકો મારતા ફરીને પછાડી દઇ ફરીને મણકામાં ફેક્ચર જેવી ઇજા કરી એક્સીડન્ટ થયાનું પોસ્ટેમાં જાણ નહી કરી ગુન્હો કરેલ હોવાનું જણાવેલ છે.

ઉપરાંત આ ઘટના મામલે આજદીન સુધી સમાધાનની વાતચીત ચાલતી હોય જે સારવારનો ખર્ચો નહી આપતા સમાધાન નહી થતા વાહન અકસ્માત અંગે ગુન્હો દાખલ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.