Abtak Media Google News

સાળંગપુરથી હનુમાન જયંતિના પાવન અવસર પર ‘કષ્ટભંજન હનુમાનજી’ મહારાજના દર્શન  આજ સવારથી અબતક મીડિયાના ફેસબુક  પર લાઇવ બતાવવામાં આવી રહ્યા છે, જેની સાથે પ લાખથી પણ વધુ લોકો અત્યાર સુધીમાં લાઇવ નીહાળી ચૂકયા છે ૪૫૦૦ લોકો દ્વારા ‘જય હનુમાન’ ‘જયશ્રીરામ’ ‘કષ્ટભંજન દેવ’ની વિશાળ સંખ્યામાં કોમેન્ટો આવી રહી છે: પ૦૦૦ થી વધુ લોકોએ લાઇક કર્યુ છે: તેમજ ૧૩૦૦ વધુ લોકો દ્વારા હનુમાનજીના લાઇવ દર્શન શેર કરવામાં આવ્યો છે.Hanuman Ji 1

સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરે દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડીને બજરંગબલીનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મંદિરનાં ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો કષ્ટભંજન હનુમાનદાદાની મુર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાલાનંદ સ્વામીએ કરી હતી. મંદિરની સ્થાપના ઈ.સ.૧૮૫૦નાં રોજ થઈ હતી. મંદિરનું વ્યવસ્થિત બાંધકામ ૧૯૦૦માં થયું હતું ત્યારથી લઈને આજ સુધી દરરોજ ભાવિકોની જનમેદની અહીં પોતાનાં દુખ-દર્દ દુર કરવા માટે આવે છે.

શહેરના સુપ્રસિઘ્ધ બાલાજી હનુમાનની મૂર્તિ આજે મનમોહક લાગી રહી છે. દાદાને જન્મ જયંતિ નીમીતે ફુલો, આંકડાની માળા અને આભૂષણથી સુંદર શણગાર કરાયો છે. આજે ભકતો હનુમાનજીને પ્રસન્ન કરવા દર્શને ઉમટયા છે અને દાદાની મહોહર મૂર્તિ નિહાળી ધન્ય બની રહ્યાં છે. બાલાજી મંદિરે દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.