Abtak Media Google News

શહેરની નામાંકીત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૨૮, ૨૯ ફેબ્રુઆરીના રોજ ગુરુત્વાકર્ષણ ૨૦૨૦ કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓના સર્વાગી અને કૌશલ્યસભર વિકાસનો હેતુ સફળ થાય, વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે નવી રીતે વિચારવાની, ટેકનીકલ નોલેજ મેળવવાની અને પોતામાં રહેલી પ્રતિભાને નિખારવાની તક મળે તે હેતુી દર વર્ષે ટેકનીકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૭ જેટલી ટેકનીકલ અને નોન ટેકનીકલ કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીની પ્રતિભા સોળે કલાએ ખીલી હતી. ગુરુત્વાકર્ષણ ૨૦૨૦નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, લાભુભાઈ ત્રિવેદી કોલેજના ટ્રસ્ટી ડો.અલ્પના બેન ત્રિવેદી, કેમ્પસ ડિરેકટર એમ.ડી.જોષી અને પ્રિન્સીપાલ ડો.બી.એમ.રામાણી ઉપસ્થિત રહ્યાં હતા અને ઈનોવેટીવ ઈલેકટ્રોનીક દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

Vlcsnap 2020 03 02 11H34M58S200

2.Banna 2

ગુરુત્વાકર્ષણ ૨૦૨૦ની કૃતિઓમાં સિવિલમાં સેતુ નિર્માણ, સંતુલીત સ્ટ્રકચર, સ્પાકર્લીંગ આઈડીયા, મિકેનીકલમાં જોબ, હાઈડ્રા રોકેટ, પ્રોસેસ પઝલ, ક્યુટ કનેકશન, વેબ ડ્રાફટીંગ, વન મિનિટ, ડેર કા કૂવા, ગલી ક્રિકેટ જેવી ઈવેન્ટમાં છાત્રોની પ્રતિભા ખીલી હતી. ઈવેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર દરેક વિદ્યાર્થીને ૧.૫ લાખી વધુ કિંમતના પ્રોતસાહિત ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.  અને ૨૮મીએ રાત્રીના અલ્ટરનાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિમાં વિજેતા બનેલા વિર્દ્યાીઓ અને શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિર્દ્યાીઓએ દબદબાભેર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.  ૨૯મીએ રાજકોટ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ૨૭ જેટલી સ્કૂલ-કોલેજોના પ્રોફેસરોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા. જેમાં ૧૦૦૦થી વધુ શિક્ષકો, પ્રોફેસરો જોડાયા હતા. સમગ્ર ઈવેન્ટને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ ડો.ભરત રામાણીના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર અને વિદ્યાર્થીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

ડાન્સ પરર્ફોમન્સી સ્ટેજફીયર દૂર થયો: ખુશ્બુ શાહ

Vlcsnap 2020 03 02 11H34M37S238

લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ શાહે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર વર્ષી આ કોલેજ સાથે સંકળાયેલી છું, અગાઉ મેં ક્યારેય ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો નથી પરંતુ આજે મેં ડાન્સ પરર્ફોમન્સ કર્યું જેી મારામાં જે સ્ટેજને લઈ ફીયર હતો તે દૂર યો. કોલેજ દ્વારા ભણવાની સાથે અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે પરંતુ આ વાર્ષિકોત્સવનો આનંદ જ અનેરો છે.

સ્નેહ મિલનમાં શિક્ષકો અને આચાર્યોએ પોતાના વિચારોની આપ-લે કરી : અલ્પનાબેન ત્રિવેદી

Vlcsnap 2020 03 02 11H34M14S15

લાભુભાઈ ત્રિવેદી કોલેજના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ ઈન્સ્ટિટયુટમાં હંમેશા વિદ્યાર્થીઓમાં પડેલી કુશળતા ખીલે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોલેજમાં ગુરૂત્વાકર્ષ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની કળા કુશળતા બતાવી હતી. અને આ તમામ પ્રવૃતિઓ વિદ્યાર્થીઓએ પોતાની રીતના દર્શાવી હતી. બીજા દિવસે અમારી તમામ સંસના અને વિવિધ કોલેજના શિક્ષકો અને આચાર્યોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકો અને આચર્યો એકબીજાને મળી પોતાના વિચારોની આપ-લે કરી શકે અને વિદ્યાર્થીઓના ભણતર અને તેમની અંદર પડેલી પ્રતિભા કેવી રીતે આગળ વધારવી અને તેમને સફળ કારકિર્દી તરફ કેવી રીતે લઈ જવી તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના ઘડતર માટે અમે બાંધછોડ કરતા નથી: ડો.ભરત રામાણી

Bhrat Ramani

લાભુભાઈ ત્રિવેદી કોલેજના પ્રિન્સીપાલ ભરત રામાણીએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા સંસમાં વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવા માટે અમે કોઈપણ કાર્યમાં બાંધછોડ કરતા નથી. વિદ્યાર્થીને સારૂ શિક્ષણ મળે અને સાથો સાથ તેનું ઘડતર થાય, સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી આવા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે પણ અનેકવિધ પ્રોજેકટો રજૂ કરવામાં આવ્યા. દર વર્ષે કોઈ નવા જ ક્ધસેપ્ટ સાથે નવા નવા કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ અને ખાસ આ વર્ષે તો અમારી શૈક્ષણિક સંસઓના શિક્ષકો અને આચાર્યોને પણ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.

યુવાનો દેશ ભક્તિને લઈ પ્રેરાય: ત્તેજસિંહ સોઢા

Vlcsnap 2020 03 02 13H44M08S549

લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં અભ્યાસ કરતા ત્તેજસિંહ સોઢાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દર વર્ષે એવી ઈચ્છા હોય છે કે, હું બધા કરતા કંઈક હટકે કરું અને મારી અંદર રહેલી પ્રતિભાને વધુ બહાર લાવી શકુ. ખાસ તો આ વર્ષે વાર્ષિક મહોત્સવમાં અમે દેશના મહાનુભાવો કે જેમણે આઝાદી માટે પોતાની જિંદગી કુરબાન કરી તેમને શ્રધ્ધાંજલી આપી છે અને તે લોકોને યાદ કરી યુવાનોને દેશભક્તિ પ્રત્યે વધુને વધુ પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો છે.કોલેજનો દરેક વિદ્યાર્થી અમારી આ પ્રવૃતિ જોશે અને દેશ માટે સામાજીક કાર્યો કરી પોતે પણ સફળતા મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.