Abtak Media Google News

૧૪ હજાર કિ.મી.ના વિસ્તારમાં રાજ કરતા સાવજોના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ

ગીર દુનિયાભરમાં એશિયન સિંહોના અંતિમ નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત બન્યું છે ત્યારે ભારતીય ઉપખંડમાં એક સમયે એશિયાટીક સિંહો પૂર્વમાં બિહાર સુધી તેમજ નર્મદા નદી સુધીની દક્ષિણ હદ સુધી ફેલાયા હતા પરંતુ હવે તેઓ લુપ્ત થઈ Img 20170810 085839રહ્યાં છે અને સૌરાષ્ટ્રના ૧૪ હજાર કિલોમીટરના વિસ્તારમાં વિચરી રહ્યાં છે. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં ૧૦ ઓગસ્ટના રોજ વિશ્ર્વ સિંહ દિવસ યોજવામાં આવે છે. ભારતમાં સિંહ હોવા છતાં પણ લાંબા સમયથી આ દિવસની ઉજવણી થતી ન હતી. પણ છેલ્લા બે વર્ષથી વિશ્ર્વ સિંહ દિવસ શ‚ કરવામાં આવ્યો છે જેમાં ગત વર્ષે ૫ લાખ જેટલા લોકો જોડાયા હતા. આજે પણ વિશ્ર્વ સિંહ દિવસના રોજ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવશે અને સૌરાષ્ટ્રની શાન સમાન સાવજોના સંરક્ષણ અને સંવર્ધન બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને પુરતા પ્રયાસો કરવામાં આવે તે હેતુથી રેલી શ‚ કરવામાં આવી હતી. રાજકોટના માર્ગો ઉપર વિદ્યાર્થીઓએ સિંહનું મુખોટું પહેરીને લોકોમાં લુપ્ત થતા પ્રાણીના સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાવવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો.

Img 20170810 090226સરકાર પણ સિંહના સંરક્ષણ અને સંવર્ધન બાબતે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. સિંહની વસ્તીમાં કઈ રીતે વધારો થઈ શકે અને તેના માટે કેટલા પ્રમાણમાં બજેટની જ‚ર છે તે દિશામાં ઝડપી નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી સિંહના સંવર્ધન અને સંરક્ષણ બાબતે અસરકારક કામગીરીની ખામી જોવા મળતી હતી. પરંતુ હવે આ બાબતે સરકાર વધુ ગંભીર બની છે. વિશ્ર્વ સિંહ દિવસના રોજ સૌરાષ્ટ્રભરના સિંહ પ્રેમીઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરવામા આવી રહ્યાં છે અને છેલ્લા બે વર્ષથી થતી વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.