Abtak Media Google News

રાજકોટમાં દશા સોરઠીયા વણિક નૂતન યુવક મંડળનો કેળવણી સન્માન સમારંભ

૧૭૧થી વધુ તેજસ્વી તારલાઓને લેપટોપ, મેડલ પ્રમાણપત્ર આપી કરાયું સન્માન

પરંપરાગત વ્યવસાયમાંથી બદલાવ લાવી બાળકો ઉચ્ચ શિક્ષણ થકી કારકિર્દી ઘડે: રાજુ ધ્રુવ

બાલભવન ખાતે દશા સોરઠીયા વણિક નૂતન યુવક મંડળ દ્વારા સ્વ. હેમલકુમાર શ્રીમાંકરનાં સ્મરણાર્થે આયોજીત ૫૭માં કેળવણી સમારોહમાં સમાજના પ્રાથમિક શિક્ષણથી લઈને અનુસ્નાતક સુધીનાં શિક્ષણનાંવિવિધ ફેકલ્ટીમાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના ૧૭૧થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ જયાં તેજસ્વી વિદ્યાર્થીઓને લેપટોપ, ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહન અને બેગ સહિતની ઉપયોગી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. ૩૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આશ્ર્વાસન રૂપે કિંમતી ભેટ આપવામાં આવી હતી.

આ સમારોહમાં પ્રમુખ સ્થાનેથી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વિરેશભાઈ માયાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણ સજજતાઅને ગુણવત્તા સાથે જીવનમાં સંસ્કારનું સિંચન કરીને ચારિત્ર નિર્માણ સાથે જીવનમાંપ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો.ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવએ પ્રમુખ સ્થાનેથી સમાજની એકતા અને સંગઠન પર ભાર મૂકીને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે.દિશા સૂચક શિક્ષણની કેડી પર સમાજને સંસ્કાર સાથે આગળ લઈ જઈએ અને રાજય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓનો લાભ લઈને સુદ્દઢ કારકીર્દીનું સર્જન કરીએ.લ સાતાઓને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ધોળકીયા સ્કુલની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામા આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નૂતન યુવક મંડળની વિવિધ કમીટીના હોદેદારોમાં પ્રમુખ નિતિનભાઈ શેઠ, હિતેશ હેમાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.