વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના ‘નાયક’

46

નાયકને નિહાળવા નાયબ મુખ્યમંત્રી પ્રેક્ષકની ભૂમિકામાં: અમૃત ઘાયલ હોલમાં ધારાસભ્યોએ મંત્રીઓ ઉપર પ્રશ્ર્નોની ઝડી વહાવી

પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે રાજકોટના અમૃત ઘાયલ હોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૮૨ વિદ્યાર્થીઓ એક દિવસના નાયક બન્યા હતા. ૧૮૨ જેટલા ધારાસભ્યો અને રાજ્યના પ્રધાન મંડળ જેટલી સંખ્યાના પ્રધાનો બની વિધાનસભાનું આબેહુબ દ્રશ્ય વિદ્યાર્થીઓએ ખડુ કર્યું હતું. જેને નિહાળવા કાર્યક્રમના ઉદ્ઘાટક અને પ્રેક્ષકની ભૂમિકામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી. અમૃત ઘાયલ હોલમાં વિદ્યાર્થીઓ ધારાસભ્ય બની અને મંત્રીઓ ઉપર પ્રશ્ર્નોનો ઝડી વહાવી હતી. કાર્યક્રમમાં સ્પિકર તરીકેની ભૂમિકા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલએ બજાવી હતી. ૧૮૨ ધારાસભ્યોની ગુજરાત વિધાનસભા ઉભી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને તમામ કોલેજોમાંથી એક-એક વિદ્યાર્થીને ધારાસભ્ય અને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાએ નવી જ ભાત પાડતો અને પ્રથમ કહી શકાય એવો આ કાર્યક્રમ ખૂબજ રસપ્રદ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિની વિધાનસભાની કાર્યવાહીનો ઝીટવટભરી રીતે અભ્યાસ બાદ આ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ લોકતાંત્રીક વ્યવસના મંદિર સમાન વિધાનસભાની કાર્યવાહીી પરિચિત  થાય, સક્ષમ અને જવાબદૈય નેતૃત્વના ગુણ વિકસે તેવા ઉત્તમ ઉદેશી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક કોલેજો અને ભવનમાંથી કાળજી પૂર્વક પસંદગી કરી ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ પસંદ કર્યા હતા. આ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ માસી આ કાર્યક્રમ માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અને ત્રણી વધારે મોક ટ્રાયલ આપવામાં આવી હતી. સામાન્ય રીતે વિધાનસભાની પ્રક્રિયા ૧૧ વાગ્યાી ૧:૪૫ વાગ્યા સુધીની હોય છે. તેવી જ રીતે આબેહુબ વિધાનસભાની દ્રશ્ય ઉભુ થાય તે રીતે ધારાસભ્યોએ મંત્રીઓને પ્રશ્ર્નની વણઝાર ઉભી કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્તિ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવાની છે જેના ભાગરૂપે આજે રાજકોટના અમૃત ઘાયલ હોલમાં લેઝીસ્લેચર કાર્યક્રમનું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હું ઉપસ્તિ રહ્યો. વિદ્યાર્થીઓએ વિધાનસભાની કાર્યવાહીની અનૂભૂતિ કરાવી તે ખુબજ સરાહનીય છે. આબેહુબ વિધાનગૃહ જેવું જ વાતાવરણ ઉભુ કરી નાખ્યું. આ પ્રમ કાર્યક્રમ હશે કે જેમાં વિદ્યાર્થીઓ ધારાસભ્યો, મંત્રી બની વિધાનસભાનું દ્રશ્ય ખડુ કર્યું અને લોકતંત્રના પાઠ ભણ્યા. આવા આયોજન બદલ હું સૌ.યુનિ.ના સત્તાધીશોને અભિનંદન પાઠવું છું.

આ કાર્યક્રમમાં પ્રેક્ષકની ભૂમિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત નિતીન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતના ભાજપના નેતાઓ તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેાણી, ઉપકુલપતિ વિજય દેસાણી અને સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી સહિતના સિન્ડીકેટ સભ્ય, ભવનોના વડા અને પ્રાધ્યાપકો ઉપસ્તિ રહ્યાં હતા.

પ્રો.ભરત રામાનુજની સો વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રો.મહેશભાઈ જીવાણી, રાજેશભાઈ દવે, સંજય પંડયા, ભરત ખેર, ડો.ચંદ્રવાડીયા, શ્રધ્ધાબેન બારોટ, કનૈયા ડામોર, હરિવંદના કોલેજના રવિરાજ, હેપીનભાઈ દવે, ડો.સાપરીયા તેમજ પરમેશ્ર્વરીબેન રાજ્યગુરુ સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

Loading...