Abtak Media Google News

૧૮૧ દ્વારા છેડતી કરનાર કોચિંગ કલાસ ના સંચાલક ની ધરપકડ કરાય

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટના કુંથુનાથ દેરાસર પાસે આવેલા ટીચ કોમ્પ્યુટર કલાસીસમાં ગુરૂવારે બની હતી. નવા જંકશન રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ચાલતા આ કલાસીસમાં શહેરના ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કોમ્પ્યુટર શીખવા માટે આવે છે. જેમાં ૧૯ વર્ષની વિદ્યાર્થિની પણ આ કલાસીસમાં સીસીસી કરવા માટે આવતી હતી. સંચાલક ધીરેન ગઢવીએ વિદ્યાર્થિનીને ૧૧.૩૦ વાગે કલાસમાં આવવાનું કહ્યુ હતુ. કલાસમાં બીજા કોઇ ન હોય એકલતાનો લાભ લઇને સંચાલક પહેલા તો કોમ્પ્યુટર શિખડાવવાના બહાને બાજુની ખુરશીમાં બેસી ગયો હતો. અને બાદમાં વિદ્યાર્થિનીના શરીર સાથે છેડછાડ કરવા લાગ્યો હતો. અચાનક બનેલી ઘટનાથી દીકરી ડઘાઇ ગઇ હતી. અને પોતાને ન અડવા માટે સંચાલકને કીધુ હતુ તો તને શું વાધો છે તેમ કહી સંચાલકે તમામ હદ વટાવી દીધી હતી. તેની દાનત પારખી ગયેલી દિકરીએ દવાનું બહાનું કરીને બહાર નીકળી ઘરે આવીને માતા પિતાને સંચાલકની કરતુતો કીધી હતી. બનાવની જાણ થતા માતા-પિતા કલાસીસે ધસી ગયા અને ૧૮૧ની ટીમને જાણ કરી હતી. બાદમાં સંચાલકને પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરવાની વાત કરી હતી. દિકરીએ રડતા રડતા સંચાલકના કરતુતો કીધી તો પોલીસ પણ દ્રવી ઉઠી હતી. આરોપી વિરૂધ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ પીએસઆઇ જી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

આ અંગે ભોગબનનારી દીકરીના પિતાએ જણાવ્યું કે, સંચાલકે આચરેલા કામોની રજૂઆત માટે અમે પોલીસ મથકે ગયા હતા. જયાં ધીરેન ગઢવીને લાવવામાં આવ્યો હતો. અમને કેસ ન કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ એકના બે ન થયા તો સંચાલકે અમારી સામે પણ કેસ કરવાની ધમકી આપીને અમને ડરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આવા કામ કરે તેને માફ ન કરી શકાય.

વિદ્યાર્થિની અને માતા પિતા સુરેન્દ્રનગર પોલીસ મથકે આવ્યા બાદ બનાવની જાણ કરી હતી. આથી પોલીસે સંચાલક ધીરેન ગઢવીને પણ લાવીને બેસાડી દિધો હતો. ફરીયાદ દાખલ થવાની કાર્યવાહી શરૂ થતા આરોપીના સગા અન્ય જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારી હોય કેસ દાખલ ન કરવા માટે સુરેન્દ્રનગર પોલીસ મથકે ભલામણ કરવા માટે ફોનનો મારો ચલાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.