સ્ટુડન્ટ ઓફ ધ યર-૨એ પહેલા દિવસે ૧૨.૦૬ કરોડ રૂપિયાની કમાણી કરી

367

ડેબ્યુ એક્ટ્રેસ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ગઈકાલે રિલીઝ થઇ છે.  ફિલ્મની પહેલા દિવસની કમાણી ૧૨.૦૬ કરોડ રૂપિયા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની કમાણીની માહિતી આપી છે.

૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મોમાં પહેલા દિવસે ૧૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ પાંચમા સ્થાને છે. પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ૨૦૧૯ની ફિલ્મ કલંક ૨૧.૬૦ કરોડ રૂપિયાની કમાણી સાથે પહેલા સ્થાને છે.

ટાઇગર શ્રોફની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાગી ૨ (૨૦૧૮) છે. તેની પહેલા દિવસે કમાણી ૨૫.૧૦ કરોડ રૂપિયા હતી. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ ૧૨.૦૬ કરોડ રૂપિયાની કમાણી સાથે ટાઇગરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. ટાઇગરના આ લિસ્ટમાં તેની ફિલ્મ બાગી (૨૦૧૬) ૧૧.૯૪ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાન પર છે. સ્ટુડન્ટ ઓફ ધ યર ૨ને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે.

૨૦૧૯માં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર પાંચ ફિલ્મ

કલંક રૂ. ૨૧.૬૦ કરોડ
કેસરી રૂ. ૨૧.૦૬ કરોડ
ગુલી બોય રૂ.૧૯.૪૦ કરોડ
ટોટલ ધમાલ રૂ. ૧૬.૫૦ કરોડ
સ્ટુડન્ટ ઓફ ધ યર ટું રૂ. ૧૨.૦૬ કરોડ
Loading...