Abtak Media Google News

બી.કોમ સેમ ૫ના અંગ્રેજીનું પેપર ૭૦ને બદલે ૬૦ માર્કનું નિકળ્યું

ગંભીર ભૂલને સુધારવા ૧૦ માર્કસની શોર્ટનોટ ૨૦ માર્કસમાં પૂછવી પડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજી પ્રારંભ થયો છે પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા સ્વરૂપે પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. બી.કોમ.સેમ ૫ ના અંગ્રેજીનું પેપર ૭૦ માર્કને બદલે ૬૦ માર્કનું નીકળ્યું હતું. જો કે યુનિવર્સિટીએ આ ભૂલને સુધારવા બીજી એક ભૂલ આ કરી હતી કે ૧૦ માર્કની શોર્ટનોટ ૨૦ માર્કની પૂછવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ ૫ના ફાઉન્ડેશન ઇંગલિશના પેપરમાં પ્રશ્નોનો ટોટલ ૭૦માર્ક ને બદલે ૬૦ માર્કનો તો હતો જેથી વિદ્યાર્થીઓની સાથે કોલેજ સંચાલકો પણ મુજાયા હતા અને પરીક્ષા નિયામક પર ફોનનો મારો ચાલુ થયો હતો. યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની ભૂલ નો અહેસાસ થતા શોર્ટનોટ ૧૦ માર્ક ને બદલે ૨૦ માર્કની પુછવી પડી હતી.

કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવે આ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પેપર સેટરની ભૂલ છે કે પ્રિન્ટીંગ ભૂલ છે તે અંગે તપાસ થશે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક પગલાં  ભરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ૩૨ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બી.કોમ,બી.બી.એ, એલ.એલ.બી, બી.જે.એમ.સી સહિતની પરીક્ષામાં કુલ ૫૦ હજારી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

૨૦% કોલેજમાં ઓબ્ઝર્વર જ ન પહોંચ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ વખતે જમ્બલીંગ સિસ્ટમ દાખલ કરતા સ્કવોડને બદલે ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા હતા જોકે પરીક્ષા વિભાગને ઓબ્ઝર્વર એવા અધ્યાપકો પણ ગાંઠતાં ન હોય તેમ ઓબ્ઝરવિંગ કરવા આવ્યા ન હતા. ૨૦% કોલેજોમાં ઓબ્ઝર્વર ન પહોંચતા પરીક્ષા શરૂ કરી દેવી પડી હતી.

જસદણની હરિબાપા કોલેજમાં જમ્બલીંગ સિસ્ટમનો વિરોધ

જસદણની હરિબાપા કોલેજમાં જમ્બલીંગ સિસ્ટમનો વિર્ધાીઑએ વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસ પ્રોટેકશન સાથે પરીક્ષા ગોઠવવી પડી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.